Breaking News :
ન્યું ઝીલેન્ડ ફરી 7.1ની તિવ્રતાનાં શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું, ત્સુનામીની પણ ચેતવણી ઇમરાન ખાનની સરકાર રહેશે કે જશે! વિશ્વાસ મત મેળવવા માટે શનિવારે બોલાવ્યું પાર્લામેન્ટનું સત્ર બોલિવૂડમાં 370 કરોડની ટેક્સ ચોરી:બોક્સ ઓફિસ કલેક્શનની સરખામણીમાં આવક છૂપાવી, ખોટા ખર્ચ બતાવી ટેક્સ બચાવ્યો; તાપસી સામે 5 કરોડના રોકડ વ્યવહારના સબૂત મળ્યા પોલીસે મોડી રાતે ભાવિન સોનીનું નિવેદન લીધું, કહ્યું - 9 જેટલા જ્યોતિષીઓએ વિધિ કરવાના નામે 32 લાખ પડાવ્યા, તેથી આપઘાત કર્યો સોલા વિસ્તારમાં મરઘાંના સેમ્પલ પોઝિટિવ આવ્યાં, કલેક્ટરે જાહેરનામું બહાર પાડી 10 કિલોમીટર વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું દેશના રહેવાલાયક શહેરોમાં અમદાવાદ ત્રીજા સ્થાને, સુરત અને વડોદરા પણ ટોપ ટેનમાં સામેલ

વડોદરાના ધારાસભ્ય મધુશ્રીવાસ્તવનો માસ્ક પહેર્યા વગર ડાન્સ કરતો વીડિયો વાયરલ

September 20, 2020

વડોદરા : વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો ફરી એક વીડિયો વાયરલ થયો છે. મંદિરમાં ભજનમાં ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો છે. માસ્ક વગર મંદિરમાં ડાન્સનો વીડિયો આવ્યો સામે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું કોરોના સામે પણ શક્તિ પ્રદર્શન. બાહુબલી મધુ શ્રીવાસ્તવનો કોરોના ડાન્સ. હાલમાં જ કોરોના મુક્ત થયાં છે મધુ શ્રીવાસ્તવ. કોરોના સંક્રમિત વખતે પણ ઉડાવ્યો હતો કોરોનાનો મઝાક.

વીડિયોમાં મધુ શ્રીવાસ્તવે કર્યો મોટો દાવો કર્યો છે. કહ્યું કે કોરોના જેવું કંઈ છે જ નહીં, માત્ર નામનો કોરોના છે. હું બાહુબલી છું અને બાહુબલી રહેવાનો જ છું.કોરોના થયા બાદ હાલ મારી તબિયત સુધારા પર છે. ભજન વખતે ધારાસભ્ય ભાન ભૂલ્યા. માસ્ક પહેર્યા વગર કર્યો કોરોના ડાન્સ. સમર્થકો પણ માસ્ક વગર ધારાસભ્ય સાથે ઝૂમયા. મધુ શ્રીવાસ્તવને કોરોના થતા હોસ્પિટલથી વીડિયો પોસ્ટ કર્યો છે. 

થોડા સમય પહેલા જ ભાજપના વાઘોડિયાના MLA મધુ શ્રીવાસ્તવ કોરોના સંક્રમિત થયા હતા. તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે પણ ધારાસભ્ય મધુશ્રીવાસ્તવે વીડિયો શેર કરી મજાક ઉડાવી હતી. હાલ જ્યા સમગ્ર દુનિયા કોરોના સામે લડી રહી છે ત્યારે આ રીતે માસ્ક વગર ફરવુ કેટલુ યોગ્ય છે આ મામલે હાલ ચર્ચા ચાલી રહી છે આ વીડિયો હાલ ખુબજ વાયરલ થઇ રહ્યો છે.