આતંક સામેની લડાઈમાં અમે પેરિસની સાથે : વડાપ્રધાન

October 29, 2020

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી  એ ફ્રાંસ ના નઈસ શહેર માં થયેલા આતંકી હુમલા સહિત તાજેતરમાં થઈ રહેલા હુમલાની આકરી નિંદા કરી છે. તેમને કહ્યું છે કે, આતંકવાદ વિરૂદ્ધની લડાઈમાં ભારત ફ્રાંસની પડખે છે. ફ્રાંસના નઈસ શહેરમાં આજે એક ચર્ચ પર થયેલા હુમલામાં એક મહિલા સહિત 3 લોકોના મોત નિપજ્યા હતાં. હુમલાખોરે ચાકુ વડે એક મહિનાનું માથુ જ ધડથી અલગ કરી નાખ્યું હતું અને અન્ય બે લોકોની બર્બરતાપૂર્વક હત્યા નિપજાવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે- હું આજે નઈસ શહેરમાં ચર્ચની અંદર થયેલા નૃશંસ હુમલા સહિત ફ્રાંસમાં  તાજેતરમાં થયેલા આતંકી હુમલાની આકરી નિંદા કરૂ છું. પીડિત પરિવારો અને ફ્રાંસના લોકો સાથે અમારી સંવેદના. આતંકવાદ વિરૂદ્ધની લડાઈમાં ભારત ફ્રાંસની  સાથે છે.

થોડા દિવસ પહેલા એક ટીચરની ગળુ કાપીને હત્યા બાદ ફ્રાન્સ ઇસ્લામી કટ્ટરપંથીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહ્યું છે. તેના વિરુદ્ધ મુસ્લિમ દેશોમાં ફ્રાન્સ પ્રત્યે નારાજગીનો માહોલ છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મૈક્રોં પર ઘણા મુસ્લિમ દેશો તરફથી આક્રમક શાબ્દિક હુમલા થઈ રહ્યાં છે. તેને લઈને પણ ભારત ફ્રાન્સના રાષ્ટ્રપતિનું સમર્થન કરી ચુક્યુ છે. વિદેશ મંત્રાલયે મૈક્રોં ઉપર થઈ રહેલા હુમલાની નિંદા કરતા કહ્યુ કે, આતંક વિરુદ્ધ લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે.

નઈસના ચર્ચમાં થયેલો આતંકી હુમલો છેલ્લા 2 મહિનામાં ફ્રાન્સમાં ત્રીજી આતંકી ઘટના છે. નોટ્રેડ્રમ ચર્ચમાં હુમલાને અંજામ આપનાર હુમલાખોર પોલીસની કાર્યવાહીથી ઈજાગ્રસ્ત છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો છે. હુમલો તે જગ્યા પર થયો છે જ્યાંથી માત્ર એક કિલોમીટર દૂર વર્ષ 2016મા બાસ્તીલ ડે પરેડ દરમિયાન એક હુમલાખોરે ટ્રકને ભીડની વચ્ચે ઘુસાડી દીધો હતો, જેમાં અનેક લોકોના મોત થયા હતા.

બે પોલીસ અધિકારીઓએ નામનો ખુલાસો ન કરતા કહ્યું હતું કે, માનવામાં આવી રહ્યું છે કે ગુરૂવારની ઘટનાને હુમલાખોરે એકલાએ અંજામ આપી. તેથી પોલીસ અન્ય હુમલાખોરને શોધી રહી નથી. નઈસના મેયર ક્રિસ્ચિયન એસ્ત્રોસીએ કહ્યું, તે (હુમલાખોર) ઘાયલ થયા બાદ પણ વારંવાર અલ્લાહુ અકબર બોલી રહ્યો હતો.

એસ્ત્રોતીએ બીએફએમ ટેલીવિઝનને જણાવ્યુ કે હુમલામાં બે લોકોના મોત થયા છે, બેની ગિરિજાધરમાં જ્યારે એક ઈજાગ્રસ્ત ત્રીજા વ્યક્તિએ ત્યાંથી ભાગવા દરમિયાન જીવ ગુમાવ્યો હતો. આ ઘટના તેવા સમયે થઈ છે જ્યારે ફ્રાન્સમાં આતંકવાદી હુમલાને લઈને પહેલા એલર્ટ જારી કરવામાં આવ્યું છે.