યસ બેન્કના સ્થાપક રાણા કપૂરની સતત બીજા દિવસે ઈડી દ્વારા પૂછપરછ

March 08, 2020

મુંબઈ : યસ બેન્કના સૃથાપક રાણા કપૂરને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મુંબઈની પોતાની ઓફિસમાં પૂછપરછ માટે લઈ ગઈ હતી. એજન્સીએ રાણાની ત્રણ પુત્રી રોશની, રાખી અને રાધા કપૂરના ઘરો પર તપાસ હાથ ધરી હતી.

શુક્રવારે સાંજે અને આજે કપૂરના નિવાસસૃથાનની તપાસ બાદ આ રેઈડ પાડવામાં આવી હતી. દેશની સૌથી મોટી ખાનગી ફાઈનાન્સ કંપનીઓમાંની એક યસબેન્કની આિર્થક સિૃથતિમાં ગંભીર પછડાટ લાવનાર ટોચના નેતાઓ દ્વારા થયેલી ગેરરીતિ અંગે સવાલ કરવામાં આવ્યા હતા. 

દીવાન હાઉસિંગ ફાઈનાન્સકોર્પોરેશન લિ. (ડીએચએફએલ)ની તપાસમાંથી મળેલી વિગતને આધારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)  હેઠળ કાળા નાણા ધોળા કરવાના કેસ નોંધાયા બાદ ઈડીએ પોતાની તપાસ હાથ ધરી હતી.

ડીએચએફએલના પ્રમોટર કપિલ વાધવા  અને તેના ભાઈ ધીરજ વાધવા સામેનો કેસ દિવંગત ગેન્ગસ્ટર ઈકબાલ મિર્ચીની મિલકત ખરીદી સંબંધી છે. આ પ્રકરણે કેસ નોંધાયો છે અને જાન્યુઆરીમાં પકડાયેલા કપિલ વાધવાન હાલ જામીન પર છે.

એન્ફોર્સમેેન્ટ ડિરેક્ટરેટે આરોપ કર્યોહતો કે યસ બેન્કે ડીએચએફએલને લોન આપી હતી અને એ જ ગાળામાં કરોડોની રકમ યસ બેન્કના સૃથાપન રાણા કપૂરના પરિવાર સાથે સંકળાયેલા ખાતામાં ટ્રાન્સફર થઈ હતી.

આ ખાતાઓમાં તેમની પત્નીના ખાતાનો પણ સમાવેશ છે. ગુરૂવારે યસ બેેન્ક પર આરબીઆઈએ નિર્બંધ લાદીને એક ખાતામાંથી રૂ. 50 હજાર જ ઉપાડવાની મર્યાદા લાદી હતી.આને લીધે વ્યાપક ધાસ્તી બેઠી હતી. સરકાર સંચાલિત સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)ને યસ બેન્કનો ઉદ્ધાર કરવાનું કામ અપાયું છે.