મહારાષ્ટ્રમાં 18 નવા કેસ, CST રેલવે પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલ પણ સંક્રમિત

April 01, 2020

મુંબઈ  : મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે. બુધવારે કોરોનાના 18 નવા કેસ સામે આવ્યા છે. જેમાં 16 તો માત્ર મુંબઈના છે જ્યારે 2 કેસ પૂણેના છે. આ દરમિયાન મુંબઈની સીએસટી રેલવે પોલીસ સ્ટેશનનો એક કોન્સ્ટેબલ પણ કોરોનાથી સંક્રમિત મળ્યા છે. જે બાદ હાહાકાર મચી ગયો છે.

રેલવે પોલીસના આ કોન્સ્ટેબલને 30 માર્ચે કલ્યાણના રૂકમણી બાઈ હોસ્પિટલમાંથી કસ્તૂરબામાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હવે તેનું રિઝલ્ટ પોઝિટિવ આવ્યુ છે. સૌથી મહત્વની વાત એ છે કે 15થી 27 માર્ચ સુધી તેમના સંપર્કમાં થાણેના 32 પોલીસ કર્મચારી આવ્યા હતા. 

રેલવે પોલીસના સીનિયર અધિકારીઓ અનુસાર અત્યાર સુધી કુલ 11 લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.બાકી લોકો સાથે પણ જલ્દી જ સંપર્ક કરીને તેમને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવશે. આ સિવાય કોન્સ્ટેબલ જે સામાન્ય લોકોની સાથે સંપર્કમાં આવ્યો હતો, તેમની ઓળક કરવામાં આવી રહી છે.