સુરત સિવિલમાં સારવાર લઈ રહેલા કોરોનાના 319 દર્દીઓ ગંભીર

June 28, 2020

સુરત- સુરતમાં કોરોના બેકાબૂ બની રહ્યો હોવાથી કેસમાંનો વધારો થયો હતો અને મૃત્યુઆંકમા પણ વધારો થઈ રહ્યો છે.
સુરત શહેરમાં અત્યાર સુધીમાં કોરોનામા 155 વ્યક્તિઓના મોત થયા હતા. આવા સંજોગોના લીધે રોજ ગંભીર હાલતના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.


સુરત નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં આજ રોજ 410 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 319- દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 16- વેન્ટિલેટર, 33- બાઈપેપ અને 270 દર્દીઓ ઓક્સિજન પર હોવાથી ડોક્ટરો અને નર્સીંગ સ્ટાફ સહિતની ટીમ રાતદિવસ ખડે પગે દર્દીઓની સારવાર આપી રહ્યા છે.