કેનેડા US બોર્ડર પર 4 લોકોના મૃત્યુના મામલે ચોકાવનારો ખુલાસો, તમામ મૃતદેહો મળી આવ્યા હતા

January 23, 2022

કેનેડા US બોર્ડર પર 4 લોકોના મૃત્યુનો મામલો ગુંચવાયો છે. જેમાં ગુજરાતના કલોલના ડીંગુચા ગામનું પણ દંપતી ગુમ થયુ છે. તેમાં બળદેવ પટેલના પરિવારના સભ્યો કેનેડા ગયા હતા. જેમાં છેલ્લા 3 દિવસથી પરિવારના સભ્યોનો કોઈ સંપર્ક નથી. તેથી ફોરેન મિનિસ્ટ્રીમાં પણ આ મામલે જાણ કરી છે. ઉલ્લેખનિય છે કે ગુજરાતનું ડીંગુચા ગામનું એક દંપતી ગાયબ છે. તે 10 દિવસ પહેલા કેનેડા ગયા હતા. જેમાં પુત્ર, પુત્રવધુ તથા 2 બાળકો કેનેડા ગયા હતા. તેમાં છેલ્લા 3 દિવસથી તેમનો પણ કોઈ સંપર્ક થયો નથી. જેમાં હાલ ગામમાં પરિવારનું કોઈ સભ્ય નથી. તેથી ગામમાં ચિંતાનો માહોલ છે. તથા આ અંગે કોઈ કઈ બોલવા તૈયાર નથી.

અમેરિકા અને કેનેડા બોર્ડર પર એમર્સન નજીક હચમચાવી નાંખે તેવી એક ઘટના બની છે, જેમાં એક બાળક સહિત 4 ભારતીયોનો પરિવાર બરફના તોફાનમાં ફસાઈ ગયો હતો અને માઇનસ 35 ડિગ્રી તાપમાનમાં ઠંડીથી થીજી જતાં તમામ મોતને ભેટ્યા છે. મેનિટોબા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે ગુરુવારે આ માહિતી આપી હતી.

ઘટનામાં ભોગ બનનાર પરિવાર મૂળ ગુજરાતી હતો અને તેઓ ઉત્તર ગુજરાતનાં ગાંધીનગર જિલ્લાના કાલોલના ડીંગુચા ગામના પટેલ પરિવારના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા બે મહિનાથી કલોલ પંચવટી વિસ્તારમાં આવેલ 32, ગ્રીન સીટી વિભાગ-1 માં રહેતા હતા. મૃતકોમાં પતિ-પત્ની અને બે સંતાનો હતા. 13 વર્ષની દીકરી અને એક 3 વર્ષનો દીકરો હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ ઘટનાને માનવ તસ્કરી સાથે જોડાયેલો મામલો માનવામાં આવે છે.

મૃતકોના નામ:

પટેલ જગદીશભાઈ બળદેવભાઈ (35)
પટેલ વૈશાલીબેન જગદીશભાઈ (33)
પટેલ વિહાનગી જગદીશભાઈ (13)
પટેલ ધાર્મિક જગદીશભાઈ (3)

કેનેડિયન પોલીસના નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, મૃતદેહ મળ્યા પહેલાં એજ દિવસે યુએસ બાજુના બોર્ડર પર એજન્ટોએ એવા લોકોના ગ્રુપની અટકાયત કરી હતી જેઓ થોડીવાર પહેલાં જ બોર્ડર ઓળંગી ગયા હતા. જેને કારણે સરહદની બંને બાજુએ શોધખોળ શરૂ થઈ હતી. 4 કલાકની શોધખોળ બાદ મૃતદેહો મળી આવ્યા હતા. વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા-કેનેડા બોર્ડર પર ચાર ભારતીય નાગરિકોના પરિવારનું ઠંડીથી મૃત્યુ થયા બાદ શોક વ્યક્ત કર્યો હતો. અને યુએસ અને કેનેડામાં ભારતીય રાજદૂતોને પરિસ્થિતિ પર તાત્કાલિક પગલાં લેવા આદેશ આપ્યો હતો.