મેક્સિકોમાં ચોવીસ કલાકમાં કોરોનાના ૭ હજાર નવા કેસ : ૮૫૪નાં મોત

July 29, 2020

વોશિંગ્ટનઃ કોરોનાનો કારમો ભોગ બનેલા અમેરિકામાં છેલ્લાં ૧૧ દિવસમાં ૧૦ હજાર લોકોનાં મોત સાથે કુલ મોતનો આંકડો ૧.૫૨ લાખને પાર પહોંચ્યો છે. ટેક્સાસમાં ચાલુ મહિનામાં જ  ૪૦૦૦ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. નિયાભરમાં ૧.૬૯ કરોડ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે તથા અત્યાર સુધી ૬.૬૪ લાખ લોકો મરણને શરણ થયા છે. મેક્સિકોમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૭ હજાર કરતા વધારે કેસ સામે આવ્યાં છે તથા ૮૫૪ લોકોના મોત થયા હતા. સાઉદી અરબમાં ચુસ્ત નિયમોના પાલનની વચ્ચે હજ શરૂ થઈ છે.ચીનમાં ફરી વાર કોરોનાએ દેખા દીધી છે. ૨૯ જુલાઈએ ચીનમાં કોરોનાના ૧૦૧ કેસ સામે આવ્યા હતા. ઈઝરાયેલમાં પહેલી વાર એક જ દિવસમાં ૨૩૦૮ નવા કેસ સામે આવ્યાં હતા.ઈટાલીમાં કોરોનાના કેસની વધી રહેલી સંખ્યાની વચ્ચે વડાપ્રધાન ગ્યુસેપ કોન્ટેએ દેશમાં ૧૫ ઓક્ટોબર સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. અને ૩૫ હજાર કરતા વધારે લોકોના મોત થયા છે.  અમેરિકી બાયોટેક કંપની મોડેર્નાની કોરોનાની રસીનું વાંદરા પર પરીક્ષણ કરાયું હતું.