દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે 61 મતદાન

February 09, 2020

નવી દિલ્હી : જણાવી દઈએ કે શનિવારે રાત્રે 8 વાગ્યા સુધી દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે 58.40 ટકા મતદાન નોંધાયેલું છે. ચૂંટણી પંચની વોટર ટર્ન આઉટ એપ ના આંકડા દ્વારા આ માહિતી મળી છે.

દિલ્હી વિધાનસભાની કુલ 70 બેઠકો માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સવારે 8 વાગ્યે  શરૂ  થયેલા મતદાન દ્વારા કુલ 672 ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય લેવામાં આવશે.

દિલ્હીમાં લગભગ 1.47 કરોડ મતદાતાઓ છે. મતની ગણતરી 11 ફેબ્રુઆરીએ થશે. વર્ષ 2015માં દિલ્હીમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં 67.12 ટકા મતદાન થયું હતું. જ્યારે આ વખતે મતદાનની ટકાવારી એકદમ ઓછી છે.

જો આપણે મતદાન પર નજર કરીએ શરૂઆત ધીમી રહી સવારે 11 વાગ્યા સુધીમાં 7.5 ટકા મતદાન નોંધાયું હતું. જોકે બપોર બાદ મતદાનની ગતિ વધવા માંડી હતી. બપોરે 3 વાગ્યા સુધીમાં 30.18 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે સાંજે 4 વાગ્યા સુધીમાં 42.7 ટકા અને સાંજે 5 વાગ્યા સુધીમાં 44.52 ટકા મતદાન નોંધાયું હતું.