રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 947 કેસ નોંધાયા, ત્રણ દર્દીના મોત

August 05, 2022

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 947 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 1198 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે ત્રણ દર્દીનું મોત થયું છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.65 ટકા થઈ ગયો છે.


રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 5992 એક્ટિવ કેસ છે. જેમાંથી 22 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5970 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,42,561 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,975 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 305 કેસ નોંધાયા છે, જ્યારે એક દર્દીનું મોત થયું છે. વડોદરા કોર્પોરેશનમાં 106, મહેસાણા 89, રાજકોટ કોર્પોરેશન 63, સુરત 39, વડોદરા 34, કચ્છ 32, અમરેલી 31, સુરત કોર્પોરેશન 27, ગાંધીનગર કોર્પોરેશન 20, રાજકોટ 20, બનાસકાંઠા 19, ભરૂચ 15, નવસારી 15, ભાવનગર કોર્પોરેશન 12, ગાંધીનગર 12, જામનગર કોર્પોરેશન 12, સાબરકાંઠા 12, વલસાડ 11, અમદાવાદ 10, પોરબંદર 10 એમ કુલ 947 કેસ નોંધાયા છે.