પીલીભીતમાં ભીષણ માર્ગ અકસ્માત, 10 લોકોના મોત

June 23, 2022

પીલીભીત : ઉત્તર પ્રદેશના પીલીભીત ભીષણ માર્ગ અકસ્માત થયો છે. મળતી માહિતી પ્રમાણે હરિદ્વારથી ખોલા જઈ રહેલી પિકઅપ વૃક્ષ સાથે અથડાઈ હતી જેમાં 10 લોકોના મોત થઈ ગયા છે. ટોચના જિલ્લા અધિકારી ઘટના સ્થળ પર પહોંચ્યા છે. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ડ્રાઈવરને ઝોકો આવી જવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. પીલીભીતના ગજરૌલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક તેજ રફ્તાર પીકઅપ ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માત સવારે 4:00 વાગ્યાની આસપાસ થયો હતો. પીકઅપ ઝાડ સાથે અથડાયા બાદ પલટી મારી ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે ડ્રાઈવરને ઝોકો આવી ગયો હતો જેના કારણે આ અકસ્માત થયો હતો.

આ અકસ્માતમાં 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા અને 6 લોકો ઘાયલ થયા છે. તેમાંથી 2 લોકોની હાલત ગંભીર છે. આ અકસ્માતનો શિકાર બનેલા મોટા ભાગના લોકો લખમીપુર જિલ્લાના રહેવાસી હતા જેઓ હરિદ્વારથી સ્નાન કરીને પરત ફરી રહ્યા હતા.