Breaking News :
ફારુખ અબ્દુલ્લા સામેની PIL ફગાવાઈ:સુપ્રીમ કોર્ટે કહ્યું- સરકારના અભિપ્રાયથી અલગ વિચાર રજૂ કરવો રાજદ્રોહ નથી દિલ્હી MCD પેટાચૂંટણીમાં AAPનો 'ચોગ્ગો', ભાજપ-0, AAPના કાર્યકરોએ કહ્યું- 'થઈ ગયું કામ, જય શ્રીરામ' ગુજરાતની જનતાએ મત પેટીઓ છલકાવી, છતાં નાણામંત્રી નીતિન પટેલે બજેટમાં કંજુસાઈ કરી, ના વેરામાં રાહત, ના કોઈ નવી યોજના કેવડિયામાં હવે ‘કમલમ્’ની ખેતી થશે, અમદાવાદ-મુંબઇ બુલેટ માટે 1500 કરોડ, મેટ્રો માટે રૂ.568 કરોડની ફાળવણી ભાજપની ટીકા કરનારા તાપસી પન્નુ-અનુરાગ કશ્યપના ઘરે આવકવેરાની ટીમ પહોંચી, ટેક્સ ચોરીનો આક્ષેપ પારલે બિસ્કિટ સામે કોર્ટમાં કેસ:ઓરિયોએ બિસ્કિટની ડિઝાઇન બાબતે કર્યો વિરોધ, 12 એપ્રિલે આગામી સુનાવણી

ગાંધીનગરના નિવૃત્ત નાયબ મામલતદાર સામે ACBએ 30 કરોડની આવક કરતા વધારે સંપત્તિનો કેસ કર્યો

January 20, 2021

ગાંધીનગર : ગુજરાત ACB દ્વારા એક બાદ એક મોટી કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે. મામલતદાર સામે 25 લાખની લાંચનો કેસ, આણંદના ASI સામે 50 લાખની લાંચનો કેસ બાદ હવે ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો કેસ ACBએ કર્યો છે. ગાંધીનગરના નિવૃત્ત નાયબ મામલતદાર સામે ACBએ 30 કરોડની આવક કરતા વધારે સંપત્તિનો કેસ કર્યો છે.

ગુજરાત ACBના ઈતિહાસનો સૌથી મોટો કેસ સામે આવ્યો છે. ગાંધીનગરના નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈ સામે આવક કરતા વધુ સંપત્તિની ફરિયાદ થઇ હતી. જેમા લાંચ રૂ્શ્વત વિરોધી શાખાએ તપાસ હાથ ધરી હતી, જેમા નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈ પાસેથી રૂ.30 કરોડથી વધુની સંપત્તિ મળી આવતા આખા ગુજરાતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ગાંધીનગરના નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈ પાસેથી એ.સી.બીને 4 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન, 3 કરોડ રૂપિયાની કાર, 3 ફ્લેટ, 2 બંગલા, 11 દુકાન, એક ઓફિસ, 2 પ્લોટ ફણ મળી આવ્યા છે. આ સાથે જ આરોપી વિરમ દેસાઈ રેવન્યુ કર્મચારી સંગઠનના પ્રમુખ પણ રહી ચુક્યા છે.