તમામ આંતરરાષ્ટ્રીય વિમાનોના ભારતમાં પ્રવેશ પર પ્રતિબંધ

March 19, 2020

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને રોકવા માટે કેન્દ્ર સરકારે આ રવિવારથી આવતા એક અઠવાડિયા સુધી તમામ આંતરરાષ્ટ્રીય વિમાનોના ભારતમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.

કેન્દ્રએ એક નિવેદનમાં કહ્યું છે કે, "આગામી 22 મી માર્ચ, 2020 થી આવતા એક અઠવાડિયા સુધી કોઈ પણ સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય વ્યાપારી ઉડાનને ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં." સરકારે દેશના તમામ વરિષ્ઠ નાગરિકોને ઘરે રહેવાની સલાહ આપી છે.

નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે લોક પ્રતિનિધિઓ / સરકારી કર્મચારીઓ / ડોકટરો સિવાય 65 વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધ નાગરિકોને ઘરમાં જ રહેવાનાં રાજ્ય સરકારોએ  યોગ્ય માર્ગદર્શિકા જારી કરશે. એ જ રીતે, 10 વર્ષથી ઓછી ઉંમરના તમામ બાળકોને ઘરે રહેવાની સલાહ આપવામાં આવી છે.