અમિત શાહ સરદારના રસ્તે ચાલી રહ્યા છે - બાપુના નિવેદનથી રાજકીય ગરમાવો

January 27, 2020

રાજકોટ - વીરપુરમાં ચાલી રહેલી રામકથાના છેલ્લા દિવસે મોરારિ બાપુએ જણાવ્યું હતું કે, અમિત શાહ સંસદમાં જે રીતે બોલે છે તે પ્રમાણે મને સરદાર પટેલ જેવું લાગે છે. મને એવું લાગે છે કે, અમિત શાહ સરદાર પટેલના રસ્તે ચાલી રહ્યા છે. દેશનું હિત થઇ રહ્યું છે. ગમે તે થાય રાષ્ટ્રનું હિત થવું જોઇએ. રાજવીઓ આજે પણ અમને યાદ કરે છે. લોકોમાં દાદા મનોહરસિંહ જાડેજાનું અલગ જ સ્થાન હતું. રાજાશાહી નથી રહી પરંતુ ખાનદાની નથી ગઇ.


વીરપુરમાં ચાલી રહેલ રામ કથાના છેલ્લા દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ હાજરી આપી હતી.  આજના દિવસે મોરારી બાપુએ દેશના ગૃહમંત્રી અમિત શાહના ભારોભાર પ્રશંસા કરતું નિવેદન ચર્ચાનું વિષય બન્યું છે. બાપુએ અમિત શાહને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સરખાવ્યા હતા. પરંતુ અમુક લોકોને તેમનામાં હંમેશાં ખામીઓ જ દેખાય છે. તેમને હંમેશાં નિંદા જ કરવી છે. પરંતુ મારે તેમને એક જ વાત કહેવી છે કે રાષ્ટ્રને નજરમાં રાખી દેશ વિરોધી પ્રવૃત્તિ બંધ થવી જોઈએ.  પોતાના રાષ્ટ્રનું હિત જોવું તે અપરાધ નથી.  જો કે, બાપુના આ નિવેદનથી કોંગ્રેસ નેતાઓ નારાજ થયા છે. અને પરોક્ષ રીતે નિવેદન કરી રહ્યા છે.