બજેટ રજૂ કરતી વખતે સીતારમણને યાદ આવ્યાં જેટલી

February 01, 2020

નવી દિલ્હી :  નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં કેન્દ્રીય બજેટ 2020-21 રજૂ કર્યું. પોતાના બજેટ ભાષણમાં નિર્મલા સીતારમણે GSTને લઇને અરૂણ જેટલીજીને યાદ કર્યાં. 

તેમણે કહ્યું કે GSTને બનાવનાર આજે આપણી સાથે નથી, હું અરુણ જેટલીજીને શ્રદ્ધાંજલિ પાઠવું છું. દેશના લોકોની સેવા માટે અમારી સરકારે દેશમાં એક ટેક્સ કાનૂન લાગુ કરવાનો નિર્ણય લીધો. જીએટસીનું કલેક્શન સતત વધી રહ્યું છે અને તાજેતરમાં જ તેણે 1 લાખ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. GST કાઉન્સિલ તરફથી લોકોની સમસ્યાઓ સાંભળવામાં આવી રહી છે. 

નિર્મલા સીતારમણે પોતાના ભાષણમાં જણાવ્યું કે લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની સરકારને બહુમત મળી, 2019ની ચૂંટણીનું પરિણામ અમારી નીતિઓ પર મળેલો જનાદેશ છે. લોકોએ અમારી સરકાર પર વિશ્વાસ મુક્યો છે. આ બજેટ દેશની અપેક્ષાઓનું બજેટ છે.