બાલાસાહેબ ઠાકરે શીખવ્યું છે કે રડશો નહીં, જે સત્ય છે તેના માટે લડો: રાઉત
August 05, 2022

મુંબઈ- પત્રચાલ કૌભાંડમાં ફસાયેલા શિવસેનાના સાંસદ સંજય રાઉતે વિપક્ષને પત્ર લખ્યો છે. તે પત્ર દ્વારા તેમણે તેમનો આભાર વ્યક્ત કર્યો છે કે, મુશ્કેલ સમયમાં ગૃહની અંદર અને બહાર તેમના સમર્થનમાં અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. પત્રમાં તેમણે બાલાસાહેબ ઠાકરેના તે નિવેદનને પણ યાદ કર્યું.
સંજય રાઉતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મુશ્કેલ સમયમાં જ ખબર પડે છે કે તમારા સાચા મિત્રો કોણ છે, તે લોકો કોણ છે જે તમારા શુભચિંતક છે. પત્રમાં રાઉતે ભાજપ અને કેન્દ્ર સરકાર પર તેમની વિરુદ્ધ પોલીટિકલ વિચ હંટ ચલાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. પરંતુ શિવસેનાના સાંસદો ઝૂકવાના નથી, તેઓ આ તપાસથી પણ તૂટશે નહી. તેમણે વિપક્ષને સંદેશ આપ્યો છે કે તેઓ અંત સુધી લડશે, કોઈ દબાણ તેમને તોડી શકશે નહીં.
પત્રના અંતમાં સંજય રાઉતે આશા વ્યક્ત કરી છે કે, યોગ્ય સમયે આપણે જીતીશું, આપણા વિચારોની જીત થશે અને આ દેશ સાચી દિશામાં આગળ વધશે. હવે ધીરજ બતાવવી પડશે, સંયમથી કામ લેવું પડશે, પરંતુ જ્યારે સમય આવશે ત્યારે જીત અમારી જ થશે. પત્રમાં સંજય રાઉતે કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેનો પણ આભાર માન્યો હતો, જેમણે પુરા વિવાદ દરમિયાન તેમનુંમ સમર્થન કર્યું.
Related Articles
2 હજાર નોકરી અને ખેડૂતોની બમણી આવકનું શું થયું?-સ્વામીના મોદી સામે સવાલ
2 હજાર નોકરી અને ખેડૂતોની બમણી આવકનું શુ...
Aug 13, 2022
હિંદુ રાષ્ટ્રનું બંધારણ તૈયાર થઈ રહ્યું છે, માત્ર હિંદુઓને જ મળશે મતાધિકાર
હિંદુ રાષ્ટ્રનું બંધારણ તૈયાર થઈ રહ્યું...
Aug 13, 2022
પહેલીવાર ભારત-પાકિસ્તાનની સેના એકસાથે કરશે યુદ્ધાભ્યાસ
પહેલીવાર ભારત-પાકિસ્તાનની સેના એકસાથે કર...
Aug 13, 2022
UP હોડી દુર્ઘટનામાં ગુમ થયેલા 5 લોકો જીવતા મળ્યા
UP હોડી દુર્ઘટનામાં ગુમ થયેલા 5 લોકો જીવ...
Aug 13, 2022
MPમાં 304 કરોડનો ડેમ તૂટવાનો ડર:ડેમના નીચેના 18 ગામોને ખાલી કરાયા, સેના તહેનાત
MPમાં 304 કરોડનો ડેમ તૂટવાનો ડર:ડેમના ની...
Aug 13, 2022
મહારાષ્ટ્રમાં નવનિર્મિત શિંદે સરકારમાં જ ભંગાણના એંધાણ: ધારાસભ્યએ ઠાલવ્યો રોષ
મહારાષ્ટ્રમાં નવનિર્મિત શિંદે સરકારમાં જ...
Aug 13, 2022
Trending NEWS

13 August, 2022

13 August, 2022

13 August, 2022

13 August, 2022

13 August, 2022
.jpeg)
13 August, 2022

13 August, 2022

13 August, 2022

13 August, 2022

13 August, 2022