પૃથ્વી અને ધવનની હાઇલાઇટ્સ સ્ટાઇલમાં બેટિંગ, દિલ્હીને એકતરફી વિજય અપાવ્યો

April 11, 2021

મુંબઇઃ ઓપનર શિખર ધવન અને પૃથ્વી શૉએ પ્રથમ વિકેટ માટે નોંધાવેલી સદીની ભાગદારી વડે દિલ્હી કેપિટલ્સે અહીં રમાયેલી આઇપીએલ ટી૨૦ની બીજી મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સને આઠ વિકેટે પરાજય આપ્યો હતો. દિલ્હીની ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ચેન્નઇએ સાત વિકેટે ૧૮૮ રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હીએ ૧૮.૪ ઓવરમાં ત્રણ વિકેટે ૧૯૦ રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો. ધવન ૫૪ બોલમાં ૧૦ બાઉન્ડ્રી અને બે સિક્સર વડે ૮૫ રન બનાવ્યા હતા અને આ સાથે તેણે આઇપીએલમાં પોતાની ૬૦૦ બાઉન્ડ્રી પણ પૂરી કરી હતી. આ સિદ્ધિ મેળવનાર તે એકમાત્ર બેટ્સમેન છે. પૃથ્વી શૉએ ૩૮ બોલમાં નવ બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર વડે ૭૨ રન બનાવવા ઉપરાંત ધવન સાથે ૧૩૮ રનની ભાગીદારી પણ નોંધાવી હતી. ચેન્નઇની ઇનિંગમાં મોઇન અલીએ ૩૬, રાયડુએ ૨૩ અને જાડેજાએ ૧૭ બોલમાં અણનમ ૨૬ રનનું યોગદાન આપ્યું હતું.  ચેન્નઇ સુપર કિંગ્સના સિનિયર બેટ્સમેન સુરેશ રૈનાએ ૨૩ મહિના બાદ આઇપીએલમાં પુનરાગમન કર્યું હતું. ૨૦૨૦ની સિઝનમાં તે વ્યક્તિગત કારણોસર રમી શક્યો નહોતો. યુએઇ પહોંચ્યા બાદ ક્વોરન્ટાઇન સમય પૂરો કર્યા બાદ તે વતન પરત ફર્યો હતો જેના કારણે વિવાદ સર્જાયો હતો. રૈનાએ ૧૪મી સિઝનની ધમાકેદાર શરૂઆત કરીને માત્ર ૩૨ બોલમાં ત્રણ બાઉન્ડ્રી અને ચાર સિક્સર વડે અડધી સદી પૂરી કરી હતી. આ તેની ૩૯મી અડધી સદી નોંધાઇ છે. ચોથા ક્રમે બેટિંગ કરીને રૈનાએ ફરીથી તે ચે