આજે BCCIની એપેક્સ કાઉન્સીલની બેઠક : IPL અંગે ચર્ચા

July 19, 2020

ભારતીય ક્રિકેટ બોર્ડની એપેક્સ કાઉન્સીલની આવતીકાલે યોજાનારી મિટિંગમાં આઇપીએલના ભાવિ અંગે નિર્ણય લેવાય તેવી શક્યતા છે. બીસીસીઆઇએ તેની એપેક્સ કાઉન્સીલની મિટિંગ માટે ૧૧ પોઈન્ટનો એજન્ડા તૈયાર કર્યો છે, જે અંતર્ગત આઇપીએલ ઉપરાંત ભાવિ પ્રવાસ કાર્યક્રમ તેમજ ઘરઆંગણાના ક્રિકેટ કેલેન્ડર અંગે પણ ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવશે.

કોરોનાના કારણે હાલમાં મોટાભાગનાદેશોમાં ક્રિકેટ બંધ પડયુંછે. વિન્ડિઝની ટીમ હાલ ઈંગ્લેન્ડ પ્રવાસમાં ત્રણ ટેસ્ટની શ્રેણી રમી રહી છે. જ્યારે પાકિસ્તાનની ટીમ પણ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે પહોંચી ગઈ છે. ભારતીય ક્રિકેટ ટીમ પણ ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે તેવી જાહેરાત બીસીસીઆઇના પ્રમુખ ગાંગુલીએ કરી છે, ત્યારે હવે પછીના કાર્યક્રમ અંગે પણ બીસીસીઆઇ વિચારણા કરી રહ્યું છે.