ભાજપ દ્વારા ઉપપ્રમુખ, આઈટી, સોશિયલ મીડિયા સેલની જાહેરાત
January 13, 2021

અમદાવાદઃ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ દ્વારા આજે નવા સંગઠનનાં પ્રદેશ હોદ્દેદારો, પ્રદેશ પ્રવક્તા અને મીડિયા તથા આઇ.ટી અને સોશિયલ મીડિયા સેલનાં કન્વીનર તથા સહ કન્વીનરનાં નામોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં તેમણે કેટલાક નવા ચહેરાઓને તક આપી હતી. આ ઉપરાંત કેટલાક એવા ચહેરાઓને પણ સ્થાન અપાયું હતું જે મુખ્ય રાજનીતિમાં કયારે ચમકયાં પણ નથી કે કયાંય જોવા પણ મળ્યા નથી. જો પદાધિકારીઓની વાત કરીએ તો ડૉ. ભરતભાઇ બોધરાને પ્રદેશ ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મહેન્દ્ર પટેલને પ્રદેશ ઉપપ્રમુખ બનાવાયા છે. જયશ્રીબેન લીલાધર દેસાઇને પ્રદેશ મંત્રી, યમલ વ્યાસને પ્રદેશ મુખ્યપ્રવક્તા બનાવાયા હતા.યજ્ઞેશ દવે પ્રદેશ મીડિયા પ્રભારી બનાવાયા છે. કિશોર મકવાણા પ્રદેશ સહ મીડિયા પ્રભારી બનાવાયા છે. નિખીલ પટેલને પ્રદેશ કન્વીનર આઇ.ટી સેલ બનાવાયા છે. સિદ્ધાર્થ પટેલ પ્રદેશ કન્વીનર સોશિયલ મીડિયા બનાવાયા છે. મનન દાણીને પ્રદેશ સહ કન્વીનર સોશિયલ મીડિયા બનાવવામાં આવ્યા છે.
૭ જાન્યુઆરીએ ભાજપ દ્વારા માળખાનાં પ્રથમ તબક્કાનાં નામ જાહેર થયા હતા. જેમાં અનેક નવા ચહેરાઓને સ્થાન અપાયું હતું. આ ટ્રેન્ડ બીજી યાદીમાં પણ યથાવત્ત રહ્યો હતો. સીઆર પાટીલના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સીઆર પાટીલની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. સીઆર પાટીલની આ ટીમમાં ૨૨ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સીઆર પાટીલની નવી ટીમાં ૭ પ્રદેશ ઉપાધ્યક્ષની પસંદગી કરવામાં આવી છે. જો કે, આ આગાઉની ટીમમાં ૧૧ પ્રદેશ ઉપાધ્યક્ષ હતા. ત્યારે આ વખતે ૭ જ ઉપાધ્યક્ષ રાખવામાં આવ્યા છે. આઈ કે જાડેજા સહિત સિનિયર નેતાઓની પ્રદેશ ઉપાધ્યક્ષ પદેથી બાદબાકી કરવામાં આવી છે. જ્યારે ગોરધન ઝડફિયાને પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે રિપીટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીનો પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે સમાવેશ કરવામાં આવ્યા હતા.
Related Articles
શું 31 જાન્યુઆરી બાદથી હટાવાશે રાત્રિ કર્ફ્યૂ? નીતિન પટેલે આપ્યું મહત્વનું નિવેદન
શું 31 જાન્યુઆરી બાદથી હટાવાશે રાત્રિ કર...
Jan 26, 2021
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સામે આવ્યા કૉંગ્રેસના આંતરિક ડખા, બોટાદમાં પડ્યો જોરદાર ફટકો
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સામે આવ્યા...
Jan 26, 2021
જૂનાગઢ-ગિરનાર જનારા પ્રવાસીઓની મજા બમણી થઈ જશે, સરકારે આપી મોટી ભેટ
જૂનાગઢ-ગિરનાર જનારા પ્રવાસીઓની મજા બમણી...
Jan 26, 2021
ખોડલધામમાં ગુજરાતનો સૌથી લાંબો 1551 ફૂટ અને 10 ફૂટ પહોળો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
ખોડલધામમાં ગુજરાતનો સૌથી લાંબો 1551 ફૂટ...
Jan 26, 2021
5 ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર મળશે, નરેશ-મહેશની બેલડી પદ્મ શ્રીથી સન્માનિત
5 ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર મળશે, નરેશ-મહ...
Jan 25, 2021
સુરત ભાજપના માજી કોર્પોરેટર ભાન ભુલ્યા, PM રૂમની અંદર જઈ તબીબને માર માર્યો
સુરત ભાજપના માજી કોર્પોરેટર ભાન ભુલ્યા,...
Jan 25, 2021
Trending NEWS

26 January, 2021

26 January, 2021

25 January, 2021

25 January, 2021

25 January, 2021

25 January, 2021

25 January, 2021

25 January, 2021

25 January, 2021

25 January, 2021