કર્ણાટકના CM યેદીયુરપ્પાની ખુરશી બચી જવાના BJP અધ્યક્ષ જેપી નડ્ડાએ આપ્યા સંકેત

July 25, 2021

બેંગલોર ઃ કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન અંગે સતત અટકળો ચાલી રહી છે. મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પાએ પણ રાજીનામું આપવાનો સંકેત આપ્યો હતો. યેદિયુરપ્પાની દિલ્હી મુલાકાત પછી ચર્ચા થઈ રહી છે કે નેતૃત્વએ તેમને રાજીનામું આપવા માટે રાજી કર્યા છે, પરંતુ ફરી એક વાર ભાજપે આ અટકળોને ફગાવી દીધી છે.
કર્ણાટકમાં સત્તા પરિવર્તનની અટકળો વચ્ચે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જેપી નડ્ડાએ કોઈ પણ નેતૃત્વની સંકટને નકારી કાઢ્યું છે અને કહ્યું હતું કે મુખ્ય પ્રધાન બી.એસ. યેદીયુરપ્પાએ સારું કામ કર્યું છે. નડ્ડાએ તેમના બે દિવસીય ગોવાના પ્રવાસના અંતિમ દિવસે કહ્યું, કર્ણાટક સારુ પ્રદર્શન કરી રહ્યું છે. યેદીયુરપ્પા પોતાની રીતે વસ્તુઓને હેંડલ કરી રહ્યા છે.
દક્ષિણ રાજ્યમાં નેતાગીરીનું સંકટ છે કે કેમ તેમ પૂછવામાં આવતા નડ્ડાએ કહ્યું હતું કે, તમને એવું લાગે છે. અમને એવું નથી માનતા. નડ્ડાની આ ટિપ્પણી એટલા માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે, કર્ણાટકના મુખ્ય પ્રધાને કહ્યું કે, જ્યારે તેમને આજે સાંજે ભાજપ હાઈકમાન્ડ દ્વારા પદ પર ચાલુ રાખવા સંબંધે સૂચના આપવામાં આવશે. ત્યારે તે ઉચિત નિર્ણય લેશે. યેદિયુરપ્પાએ એક પ્રશ્નના જવાબમાં બેલાગવીમાં કહ્યું હતું, સાંજ સુધીમાં તમને તેના વિશે પણ જાણ થઈ જશે. નિર્દેશ મળ્યા પછી હું યોગ્ય નિર્ણય લઈશ.