ઢોકળા

November 27, 2021

સામગ્રી:
બ્રેડ – 4
ચણાનો લોટ – 5 ચમચી
સોજી – 2 ચમચી
દહીં – 1/2 કપ
ઈનો – 1 ચમચી
ખાંડ – 1/2 ચમચી
મીઠું – સ્વાદ મુજબ
ડુંગળી – 1 નાની
કેપ્સિકમ – 1
ગાજર – 1
વટાણા – 1 મુઠ્ઠી
મીઠો લીમડો – 5-6
લીલા મરચા – 2 લંબાઈમાં કાપેલા
રાઈ – 1 ચમચી
તેલ – 2 ચમચી

બનાવવાની રીત:સૌથી પહેલા બધા શાકભાજીને ઝીણા સમારી લો. એક પેનમાં બે ચમચી તેલ ઉમેરો અને એમાં પ્રથમ ડુંગળી નાખો અને તેને બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળી લો, પછી બીજા શાકભાજી ઉમેરો અને તેને શેકી લો. શાક ચડી જાય એટલે તેમાં હિંગ, આમચૂર પાવડર, ગરમ મસાલો અને લાલ મરચું પાવડર નાખીને મિક્સ કરો અને છેલ્લે મીઠું નાખીને શાકભાજીને ઠંડુ થવા દો. હવે બ્રેડને ગોળ આકારમાં કાપો. આ પછી ઢોકળાનું બેટર તૈયાર કરો. ચણાનો લોટ અને સોજીને ચાળીને એક ઊંડા વાસણમાં લો. દહીં મિક્સ કરો. સ્વાદ મુજબ ખાંડ અને મીઠું નાખો. બધું બરાબર મિક્સ કરો. ઢોકળાના બેટરમાં ઈનો મિક્સ કરીને એક દિશામાં હલાવો અને મિક્સ કરી લો. હવે ગેસ પર એક મોટા વાસણમાં પાણી ઉકળવા માટે રાખો અને ઈડલી સ્ટેન્ડમાં તેલ લગાવીને મુકો. હવે ઇડલી સ્ટેન્ડમાં બ્રેડનો ગોળ ટુકડો મૂકો અને તેના પર ભરવા માટે તૈયાર કરેલ શાકમાંથી એક ચમચી શાક મૂકો. આ પછી, તેના ઉપર ચમચીથી ઢોકળાનું બેટર નાખો અને સ્ટફિંગનું શક ઢાંકી દો. હવે બધા જ ખાના ભરીને ઈડલી સ્ટેન્ડને ઉકળા પાણી વાળા વાસણમાં મુકીને વરાળે બાફી લો. તેને રાંધવામાં 5-10 મિનિટ લાગશે. ત્યાં સુધી વઘારીયામાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ નાખો. રાઈ ફૂટવા લાગે ત્યારે તેમાં મીઠા લીમડાના પાન અને લીલા મરચાં નાખી ગેસ બંધ કરી દો. ઢોકળાને છરીની મદદથી બહાર કાઢી લો. તેના પર વઘાર કરી લો. બ્રેડ સ્ટફ્ડ ઢોકળા સર્વ કરવા માટે તૈયાર છે.