બ્રિટન PM પદ: ટ્રુસ બીજા સર્વેમાં પણ ભારતીય મૂળના સૂનકથી આગળ

August 05, 2022

બ્રિટનમાં વડાપ્રધાન પદ માટે યોજાઈ રહેલી ચૂંટણીમાં વર્તમાન વિદેશમંત્રી લિઝ ટ્રુસ ભારતીય મૂળના નેતા ઋષિ સુનકથી આગળ છે. બીજા સર્વેના અહેવાલ મુજબ - 58 ટકા કન્ઝર્વેટિવ મતદારો લિઝ ટ્રુસની સાથે છે.

 બ્રિટનની સિસ્ટમ પ્રમાણે સંસદમાં બહુમતી ધરાવતી કન્ઝર્વેટિવ પાર્ટી પાસે નવા વડાપ્રધાનની પસંદગી માટે મતદાન કરવા માટે લગભગ બે લાખ નોંધાયેલા સભ્યો છે. મતદાનની આ પ્રક્રિયા બાદ 5 સપ્ટેમ્બરે વિજેતા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવશે.

એક સર્વે મુજબ લગભગ 58 ટકા સભ્યો લિઝ ટ્રુસની તરફેણમાં છે. ભૂતપૂર્વ નાણામંત્રી સુનકને 26 ટકા સભ્યોનું સમર્થન છે, જ્યારે 12 ટકા સભ્યોએ હજુ સુધી કોને સમર્થન કે વિરોધ કરવાનો નિર્ણય લીધો નથી. આ બીજો સર્વે છે જેમાં લિઝ ટ્રુસ સુનક કરતા આગળ છે, પરંતુ તેના સમર્થનની ટકાવારીમાં ઘટાડો થયો છે.