લીલો ચેવડો

June 26, 2022

સામગ્રી

  • 6-7 મીડીયમ બટાકા
  • 1/2 વાટકી ચણાની દાળ
  • 1/2  ચમચી હળદર
  • 3-4 ચમચી ખાંડ
  • 10-15 કિશમિશ
  • તલ
  • મીઠું
  • 1 લીલા મરચા ગોળ કાપેલા(રીંગ)

રીત
સૌ પ્રથમ ચણાની દાળને ૧-૨ કલાક માટે પાણીમાં પલાળી લેવી. આ પછી તેને કપડા પર પાથરી સુકાવા દેવી. આ પછી બટાકાનું જાડા કાણાવાળીમાં બ્લેડમાં છીણ કરી લેવું. બધું છીણ એક વાસણમાં લઇ તેમાં હળદર ઉમરી બરાબર મિક્સ કરી લેવું. હવે તેલ ગરમ થાય એટલે દાળ તળી લેવી. પછી બટાકાનું છીણ તળી લેવું, ધ્યાન રહે કે છીણ તેલમાં ફરતું છુટું છુટું નાંખવું અને વધારે ક્રિસ્પી નહિ તળવાનું, સહેજ પોચું રાખવું. હવે બધું છીણ તળાય જાય એટલે એક વાસણમાં છીણ લઇ તેમાં દાળ, કિશમિશ, ખાંડ, મીઠું, તલ, મરચાની રીંગ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું. તૈયાર છે બજાર કરતા સસ્તો અને હાઇજેનિક લીલો ચેવડો.