આઝાદી બાદ COVID-19 સૌથી મોટો પડકાર, કોરોના બાદનાં આયોજનો પર કામ કરે સરકાર: રઘુરામ રાજન

April 05, 2020

નવી દિલ્હી  : કોરોના વાયરસ મહામારીની ભારતની આર્થિક વ્યવસ્થા પર પ્રતિકૂળ અસર પર RBI પૂર્વ ગવર્નર રઘુરામ રાજને એક બ્લોગ લખીને સંભવિત પગલા વિશે મહત્વની માહિતી આપી છે. તેમણે આ આર્ટીકલનું શીર્ષક વર્તમાન સમયમાં ભારત સામે સૌથી મોટો પકડાર રાખ્યુ છે. તેમના આપેલા સૂચનો આર્થિક વ્યવસ્થાની ખરાબ સ્થિતિને સુધારી શકે એવા હેતુસર લખવામાં આવ્યા છે. 

આ બ્લોગમાં તેમણે લખ્યુ છે કે અર્થવ્યવસ્થાના દ્રષ્ટિકોણની વાત કરુ તો ભારત સામે વસ્તી પછી આ સૌથી મોટો પકડાર આવી પડ્યો છે. ગત અઠવાડિયે આવેલા એક રિપોર્ટ મુજબ કોરોના વાયરસને લીધે ભારતમાં 13.6 કરોડ નોકરીઓ જોખમમાં મુકાઇ છે. તેમના મુજબ 2008-09ની આર્થિક મંદીમાં માંગને ફટકો પડ્યો પરંતુ કર્મચારીઓ કામે જતા હતા, જે પછી કંપનીઓમાં ભારે સુધારો જોવા મળ્યો હતો. આપણી નાણાકીય વ્યવસ્થા મજબૂત હતી અને સરકારી નાણુ પણ સારી સ્થિતિમાં હતું.

તેમણે સરકારને આ મહામારી ખતમ થયા પછીના પ્લાનિંગ માટે આગ્રહ કરતા કહ્યુ કે, જો વાયરસને હરાવી નથી શકતા તો લોકડાઉન પછી પ્લાનિંગ પર કામ કરવું જોઇએ. વધારે પડતા દિવસો માટે દેશવ્યાપી લોકડાઉન મુશ્કેલ છે. અર્થવ્યવસ્થાને રિસ્ટાર્ટ કરવા માટે રાજને સલાહ આપી છે કે વર્કપ્લેસમાં મહત્વનું સ્થાન ધરાવતા યુવા કર્મીઓને હોસ્ટેલમાં રાખી શકાય છે.