કોરોનાઃ મુંબઈમાં રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ 50 રૂપિયાની કરી દેવાઈ

March 17, 2020

મુંબઇ : ભારતમાં કોરોનાના સૌથી વધારે દર્દીઓ મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે. જેના પગલે મહારાષ્ટ્ર સરકારે સાવચેતીના પગલા ભરવાના શરુ કર્યા છે.

મુંબઈમાં તમામ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટની કિંમત સીધી 50 રૂપિયા કરી દેવાઈ છે. જેથી પ્લેટફોર્મ પર ભીડ અટકાવી શકાય. ઉધ્ધવ ઠાકરે સરકાર લોકલ ટ્રેન બંધ કરવાનો પણ નિર્ણય લઈ શકે છે. 

આ પહેલા મહારાષ્ટ્ર સરકારે 31 માર્ચ સુધી તમામ મોલ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જોકે અનાજ કરિયાણાની દુકાનો ખુલ્લી રખાઈ છે. રાજ્યમાં કોઈ પણ પ્રકારના સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક કે રાજકીય કાર્યક્રમોના આયોજન પર અચોક્કસ મુદતની રોક લગાવાઈ છે.

મહારાષ્ટ્રમાં આજે પાંચ નવા કેસ સામે આવ્યા છે.આ તમામ નાગરિકો વિદેશી છે. આ સાથે મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 44 પર પહોંચી ચુકી છે.