કોરોના વાયરસનો ઈલાજ કરતી વેક્સિન બની ગઈ, પૂણેની કંપનીનો દાવો

February 18, 2020

બેઈજિંગ : ચીનમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસનો તોડ શોધવા માટે ચીન જ નહી પણ ભારત સહિતના દેશોના વૈજ્ઞાનિકો પ્રયત્નો કરી રહ્યા છે.

હવે પૂણે શહેરની એક દવા કંપનીએ કોરોના વાયરસનો સામન કરી શકે તેવી વેકસિન બનાવવાનો દાવો કર્યો છે.આ માટે કંપનીએ પોતાની સાથીદાર એવી અમેરિકન કંપનીની મદદથી આ દવા વિકસાવી છે. કંપનીનુ કહેવુ છે કે, આ દવા હવે ક્લિનિકલ ટ્રાયલ માટે તૈયાર છે અને 6 મહિના પછી તેનો માણસો પર પહેલો પ્રયોગ કરવામાં આવશે.કંપનીનુ કહેવુ છે કે, આ દવા  કોરોના વાયરસ સામે માણસના શરીરમાં સુરક્ષા કવચ બનાવવામાં બહુ ઓછો સમય લે છે.આ દવા શરીરમાં એક મજબૂત રોગ પ્રતિકારક શક્તિ ડેવલપ કરી શકે છે.