ગુજરાતમાં કોરોનાના નવા 7476 કેસ, 2704 રિકવર થયા, 3 નાગરિકોનાં મોત

January 11, 2022

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વાઈરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. આજે કોરોનાના રેકોર્ડ બ્રેક 7 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 3 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 7476 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જે પૈકી સોથી વધુ અમદાવાદમાં 2903 કેસ નોંધાયા છે.

આ સિવાય સુરતમાં પણ સ્થિતિ ચિંતાજનક બની છે. 24 કલાક દરમિયાન 2704 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ થયા છે. નવા આંકડા ઉમેરાવા સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,28,406 સંક્રમિતો સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 94.59 ટકા પર પહોંચ્યો છે.