કોરોનાના ભયથી ચાયનીઝ હોટેલો અને વાગનીઓને ટાળી રહેલા ગ્રાહકો

February 10, 2020

મુંબઈ : ચીનમાં ફેલાયેલા ખતરનાક કોરોના વાયરસની અસર મુંબઈમાં ચાયનીસ વાગનીઓ પિરસતી હોટેલોના ઉદ્યોગ પર પણ પડી રહી હોવાનું જણાયું છે. ચીયનીસ રેસિપી હુનાન ચિકનનો ઓર્ડર આપતી વકતે ગ્રાહકો તેમને પીરસાતી વાગની ચીનથી આયાત કરવામાં આવે છે કે નહીં તેની તકેદારી લઈ રહ્યા છીએ. આવા સવાલના જવાબ પણ રેસ્ટોરાના મેનેજરે તૈયાર રાખ્યા છે. અમારી બધી સામગ્રી મેડ ઈન ઈન્ડિયા છે અથવા તો સિંગાપુરની છે, એવો જવાબ આપતાં ગ્રાહકને સંતુષ્ટી આપવામાં આવે છે.

રેસ્ટોરાના કર્મચારીઓ પણ ગ્રાહકોની ચિંતાના કારણથી વાકેફ છે. ચીનના વુહાન પ્રાંતમાં ફેલાયેલા આ વાઈરસથી અત્યાર સુધીમાં ૮૦૦ જેટલા લોકોના મોત થયાની જાણકારી છે. ૪૩૭ હજારથી વધુ લોકો તેની ચપેટમાં છે. આવામાં મુંબઈની હોટેલમાં ચાઈનીસ ફૂડની રેસિપીને લઈને ગ્રાહકો અનેક સવાલ પૂછતા થયા છે. ચાયનીસ ફૂડ મુંબઈગરાને ઘણું લોકપ્રિય છે પણ હવે આ પરિસ્થિતિ બદલાઈ રહી છે.

ચાયનીસ ફૂડના અનેક આયાતકારોએ પોતાના ઓર્ડર બંધ કર્યા છે. તેમના સંગઠનના પદાધિકારીએ જણાવ્યા મુજબ આનો પ્રભાવ લાંબા સમય સુધી રહેવાની શક્યતા છે. મેડ ઈન ચાઈનાના પ્રોડક્ટ બંધ કરીને વૈકલ્પિક સ્રોત અપનાવાઈ રહ્યા છે. આગામી દિવસોમાં ચાયનીસ ભોજનની અછત વર્તાશે. બને એટલા વિકલ્પો શોધવા પડશે અને ત્યાં સુધીમાં મેનુમાંથી ઘણી ડિશોને દૂર કરવી પડશે.

જોકે ચાયનીસ રેસ્ટોરાના અનેક શેફ આ ચિંતાને નકારે છે કેમ કે તેમની પાસે બફર સ્ટોક છે. ઘણી હોટેલોમાં મોટાભાગની સામગ્રી થાઈલેન્ડ અથવા બેન્કોકથી આવે છેે. તેમ છતાં સપ્લાયરો અને વેન્ડરોનું ચેકિંક કરવામાં આવે છે.

અનેક રેસ્ટોરાંએ કબૂલ્યું ચે કે લોકો ચાયનીસ ફૂડ ખાવાનું ટાળી રહ્યા છે. સોશ્યલ મીડિયાની પોસ્ટને લીધે ચાયનીસ રેસ્ટોરાને ટાળી રહ્યા છેે. મુંબઈના એક હેલ્થ ઓપિસરે જણાવ્યા મુજબ જ્યાં સુધી વાનગીને લાંબો સમય સુધી રાંધવામાં આવે તો ચેપનો ખતરો રહેતો નથી, પણ કપડા, વાસણ અને ફર્નિચરમાં ચેપ લાગી શકે છે.