ફ્લાઇટમાં અનેક પપ્પીઝના મોત બાદ ઓનલાઇન પપ્પિઝની ખરીદી નહીં કરવા માંગ

June 27, 2020

પ્રાણીઓની દયનીય હાલતના વીડિયો વાયરલ થતાં જીવદયા પ્રેમીઓમાં નારાજગી વ્યાપી ગઈ

ટોરન્ટો - ગત શુક્રવારે ટોરન્ટોેના ઇયરસમ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે એક ઇન્ટરનેશનલ ફ્લાઇટમાંથી ૧૨થી વધૂ પાપ્પીઝ મૃત હાલતમાં મળ્યા હતા. જીવદયા પ્રેમીઓએ લોકોને પપ્પીસની ઓનલાઈન ખરીદી નહીં કરવા વિનંતી કરી હતી. ફોટા અને વિડિયોઝ ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યા હતા. તેમાં જોઈ શકાતું હતું કે, યુક્રેનના કિવ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક ફ્લાઇટમાં સેંકડો પપ્પિઝને ક્રેટમાં મૂકી વિમાનમાં મુકાવાઈ રહ્યા છે. ફૂટેજ જોનાર એક મહિલા બી લોરેંઝને જણાવ્યું હતું કે, હું જ્યારે એક બિલાડીને લેવા ત્યાં ગઈ હતી ત્યારે પપ્પીઝના કણસતા અવાજ સંભળાયા હતા. લોરેન્સ ફેસબૂક પર લખ્યું હતું કે, એરલાઇને એટલા મોટા પ્રમાણમાં જીવતા પ્રાણીઓ પોતાની ફ્લાઇટમાં લઈ જવા જોઈતા નહોતા. આવા પ્રાણીઓને કેટલાક લોભિયા માણસોની કમાણી માટે ત્રાસ ભોગવવો પડે અને માંદા પડી જાય તે યોગ્ય નથી.

ટોરન્ટોેના હવાઈ મથકે ૩૮ મરેલા પપ્પીઝ સાથે ૧૨ કલાક બાદ વિમાન ઉતાર્યું ત્યારે ડઝન બંદ મરેલા પપ્પીઝ તથા અન્ય માદા અને પાણીના અભાવથી પીડાતા પ્રાણીઓ પણ મળી આવ્યા હતા.

કેનેડિયન ફૂડ ઇનસ્પેક્ષને સી પ્રાણીઓની આયાતની અવગણના કરી હતી. તેણે શુક્રવારે એક નિયોજનમાં કબૂલ કરતા જણાવ્યું હતું કે, ૧૩મી જૂનના રોજ યુક્રેન ઇન્ટરનેશનલ એરલાઇન્સની એક ફ્લાઇટ ટોરન્ટોેમાં ઉતરી હતી. ફ્લાઇટમાં ૫૦૦ પપ્પીઝ ચડાવવામાં આવ્યા હતા. એક જીવદયા પ્રેમીએ જણાવ્યું હતું કે, એરલાઇનના વિમાનોમાં જ્યારે પ્રાણીઓ મોકલવામાં આવે છે ત્યારે તેનું ધ્યાન રાખવામાં આવતું નથી. પ્રાણીઓ માટે પૂરતી જગ્યા હોતી નથી તથા પાણી કે ખોરાક પણ કલાકો સુધી આપવામાં આવતા નથી. પ્રાણીઓના અધિકાર માટે એક કારીગરે જણાવ્યું હતું કે, યુક્રેન અને અન્ય પૂર્વ યુરોપિયન દેશોમાંથી કેનેડા ખાતે આવા હજારો પપ્પીઝ મોકલવામાં આવે છે. એની ખરીદી કી જી નામની વેબસાઇટ પરથી ઓનલાઇન કરવામાં આવે છે અને આમ હજારો ડોલરની કમાણી કરવામાં આવે છે.