હાર્દિક પંડ્યાના ખરાબ ફોર્મને કારણે વેંકટેશ ઐયરને ટીમમાં તક મળશે

November 17, 2021

જયપુર-જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં બુધવારે ટી-20 સિરીઝની પ્રથમ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. નવા કેપ્ટન રોહિત શર્માએ જ્યારે ટીમની જાહેરાત કરી તો તેમા તાજેતરમાં જ ચર્ચામાં આવેલ વેંકટેશ અય્યરનું પણ નામ હતું. આ બોલરે IPLમાં જસપ્રીત બુમરાહ સહિત તમામ દિગ્ગજ બોલરોનો સામનો કર્યો હતો.


વેંકટેશ અય્યરે IPLમાં ઓપનિંગ કરી હતી, પરંતુ તે ફાસ્ટ બોલિંગ પણ કરી લે છે. આ સિવાય તેને મિડલ ઓર્ડરમાં પણ રમાડી શકાય છે. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યાના ખરાબ ફોર્મને કારણે વેંકટેશ ઐયરને નિશ્ચિતપણે પોતાને ટીમમાં સ્થાપિત કરવાની તક મળશે.


આ કારણે જ તેને ન્યૂઝીલેન્ડ વિરૂદ્દ 3 મેચોની સિરીઝ માટે રોહિતની કેપ્ટનશીપ હેઠળ ટીમમાં સ્થાન મળ્યું છે. તેણે શાહરૂખ ખાનની માલિકીની KKR માટે 10 મેચ રમી છે અને 41.11ની શાનદાર સરેરાશ અને 12.47ના સ્ટ્રાઇક રેટથી 370 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 4 અડધી સદી, જ્યારે શ્રેષ્ઠ 67 રનનો સ્કોર બનાવ્યો હતો.
વેંકટેશે કહ્યું,‘હું જેટલું પણ સીખી શકું છું, તે સીખવા માગુ છું જેમા રાહુલ સર દિગ્ગજ છે અને તેમની પાસેથી સમજવા માટે ઘણી વસ્તુઓ છે.’ વેંકટેશે કહ્યું,‘જો દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક રોહિત શર્મા મારી સાથે કોઇ વસ્તુ શેર કરે છે તો તે વિશેષ જ હશે. હું આ ટૂર્નામેન્ટની દરેક ક્ષણનો લુપ્ત ઉઠાવવાની કોશિશ કરીશ.’


ટીમ ઇન્ડિયા પ્લેઇંગ-11: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, ઋષભ પંત, વેંકટેશ ઐયર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, મોહમ્મદ સિરાજ
ન્યૂઝીલેન્ડ પ્લેઇંગ-11: માર્ટિન ગુપ્ટિલ, ડી. મિશેલ, માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ટિમ સાઇફર્ટ, રચિન રવિન્દ્ર, મિચેલ સૈટનર, ટિમ સાઉદી, ટૉડ એસેલ, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ