અમદાવાદના રિલીફ રોડ પર કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, 6 દુકાનો આગની ઝપેટમાં આવી, 8 ફાયરફાઈટર ઘટનાસ્થળે, રોડ બંધ કરાયો

November 28, 2021

અમદાવાદ : અમદાવાદના રિલીફ રોડ પર આવેલા એક કોમ્પલેક્ષમાં ભીષણ આગ લાગી છે. રિલીફ ચાર રસ્તા પાસેના જુના કોમ્પ્લેક્સમાં એક દુકાનમાં આગ લાગી હતી. નીચેના ફ્લોરથી ત્રણ માળ સુધીના કોમ્પ્લેક્સની છ જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ છે. દુકાન પર લાગેલા બેનરોના કારણે પણ આગ વધુ વિકરાળ બની હતી. ફાયરબ્રિગેડની આઠ ગાડીઓ અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા છે. આગ લાગતા રીલીફ રોડ તરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. ખૂબ જ ટ્રાફિક જામ થઈ ગયો હોવાથી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે.