કેનેડામાં ફર્નીચરથી ટોઈલેટ પેપર સુધીની ચીજવસ્તુની તંગી, ભાવ વધારો સંભવ

April 06, 2021

  • સુએઝ નહેરમાં શીપીંગ વ્યવહાર ચાલુ થયો છતાં વેપારને પૂર્વવ્રત થવામા સમય લાગશે

ટોરોન્ટો : ગત અઠવાડિયે  સુએઝની નહેરમાં શીપીંગ બોટ ફસાઈ ગઈ હતી. જેને કારણે દુનિયાના અનેક દેશના માલસામાનની અવરજવર ઠપ થઈ હતી. હવે શિપીંગ વ્યવહાર ભલે શરૂ થઈ ચુકયો છેતેમ છતાં કોવિડ -૧૯ને કારણે અમલી પ્રતિબંધોને પગલે બધી ચીજોની સપ્લાયચેન હજુ પૂર્વવત બની નથી. જેને કારણે કેનેડામાં આવશ્યક ચીજવસ્તુથી લઈને ફર્નીચર સુધીની ચીજોની તંગી સર્જાય તેવી શકયતા વધી છે. સાથે ચીજવસ્તુના ભાવમાં પણ વધારો ઝીંકાવાની શકયતા વધી છે.દેશના વેપાર નિષ્ણાંતોના જણાવ્યા મુજબ સોમવારે ૪૦૦ મીટર લંબાઈવાળી ટગબોટે સુએઝની નહેરમાં પ્રવાસ શરૂ કર્યો હતો. દ્રશ્ય સમગ્ર વિશ્વએ જોયું છે. પરંતુ વૈશ્વિક વ્યાપારને થાળે પડવામાં હજુ થોડા અઠવાડિયા કે મહિનાઓ લાગી શકે છે.

નિષ્ણાંતો માને છે કે, હજુ હજારો જહાજો રાહ જોઈ રહ્યા છે. જેમાં આવી આવશ્યક ચીજવસ્તુઓ દુનિયાભરના દેશ માટે રવાના કરાઈ છે.જે વૈશ્વિક વ્યાપારના માત્ર ૧ર ટકા જેટલી વસ્તુ છે. સુએઝનો માર્ગ ખુલ્લો થાય એટલું પુરતું નથી, એમ રીટેલ કાઉન્સીલ ઓફ કેનેડાના સીઈઓ ડીઆન બ્રિસેબોઈસે કહ્યું હતું. નોર્થ અમેરિકામાં કોવિડ-૧૯ના ધારાધોરણો ઓછા થતાં જાય છે. જેથી વહાણવટુ ઝડપથી શરૂ થઈ શકે અને ગ્રાહકોની જરૂરીયાતનો સામાન ઝડપથી પહોંચાડી શકાય, એમ આઈપીસીના ચીફ ઈકોનોમિસ્ટ શોન ડુબ્રાવાકે કહ્યું હતુંલોકડાઉન દરમિયાન લોકો ઘરોમાં પુરાઈ રહ્યો હોવાથી તેમની જરૂરિયાતો વધી છે અને માંગની સામે પુરવઠો ઓછો છે. એટલે ચીજોના ભાવવધારાની પણ શકયતા છે. જો વર્તમાન સ્થિતિમાં કોઈ સુધારો નહીં થાય તો માંગમાં વધારો થતો રહેશે અને ફર્નીચરથી લઈને અન્ય ચીજો માટે પ્રતિક્ષાનો સમય વધી શકે છે. ખાસ કરીને કોચ, ફેબ્રિકસ અને લેધર કવરીંગ જેવી ચીજોને વધુ અસર થશે. આમ, બધી ચીજોના ભાવોમાં વધારો પણ સ્વાભાવિક ગણાશે, એમ નિષ્ણાંતો માની રહ્યા છે.