ગુજરાત સરકાર આદિવાસીઓને અયોધ્યા યાત્રા માટે રૂ. 5 હજાર આપશે

October 16, 2021

- સાપુતારા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પ્રવાસન સર્કિટ વિકસાવાશે


- આદિવાસી શબરીના વંશજ, તેમને રામજન્મ ભૂમિ જવા માટે મદદ મળશે


ગુજરાતના આદિવાસી વિસ્તારના માતા શબરીના વંશજો એવા આદિવાસી સમાજના પ્રજાજનોને શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાની યાત્રા માટે પ્રત્યેક યાત્રાળુ દીઠ રૂપિયા 5 હજારની આર્થિક સહાય આપવામા આવશે, તેવી ‘શબરી ધામ’ ખાતેથી જાહેરાત કરતા રાજ્યના પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ મોદીએ કૈલાશ માનસરોવર યાત્રા, સિંધુ દર્શન યાત્રા સહિત શ્રવણ તીર્થ યાત્રા જેવી યોજનાઓમા અપાતી આર્થિક સહાયનો ખ્યાલ આપ્યો હતો.


દંડકારણય”ની પાવન ભૂમિ ઉપર વિજયા દશમીની ઉજવણીની સાથે હવેથી પ્રતિવર્ષ પ્રભુ શ્રી રામ સાથે જોડાયેલા ગુજરાતના તીર્થ સ્થાનો ઉપર ‘દશેરા મહોત્સવ’ નુ આયોજન કરવાની નેમ વ્યક્ત કરતા મંત્રીએ, ભારત વર્ષની ઉચ્ચત્તમ શાસ્ત્રોક્ત પદ્ધતિ અને યુગ-યુગાન્તરની ગણના પદ્ધતિનો ખ્યાલ આપી પ્રભુ શ્રી રામ, રામાયણ, અને રામસેતુને કાલ્પનિક કહેનારા લોકોને વૈજ્ઞાનિક પ્રમાણો મળી ચૂક્યા છે, તેમ જણાવ્યુ હતુ.