હાર્દિક પટેલનો કોંગ્રેસ પર આરોપ:કહ્યું- હું પોલિટિકલ બેકગ્રાઉન્ડથી નથી આવતો

May 12, 2022

નવી દિલ્હી : ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે હાઈકમાનને લઈને ફરી એકવખત પોતાની નારાજગી વ્યક્ત કરી છે. હાર્દિકે કહ્યું મારું દિલ્હીમાં કોઈ નથી, તેથી મારી સાથે આ પ્રકારનો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. પટેલે કહ્યું કે મને આશા છે કે ચિંતન શિબિર પછી કોંગ્રેસ હાઈકમાન ગુજરાતને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.

NDTV સાથે વાત કરતા હાર્દિક પટેલે કહ્યું કે હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું અને મારું કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ નથી. આ કારણે જ કોંગ્રેસમાં મારી વાત કોઈ સાંભળતું નથી. રાજ્યમાં કોંગ્રેસના નેતા ભાજપ સરકાર સામે લડવામાં કોઈ રુચિ દાખવતા નથી. છેલ્લાં એક વર્ષમાં પાર્ટીના નેતાઓએ એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી નથી.