નવી દિલ્હીમાં ખેડૂતોએ સરકાર પાસે છ માગણીઓ રજૂ કરી

December 03, 2020

નવી દિલ્હી- હાલ પાટનગર નવી દિલ્હીને ઘેરો ઘાલીને બેઠેલા હજારો ખેડૂતોએ આંદોલન પાછું ખેંચવા સરકાર સમક્ષ છ માગણીઓ મૂકી હતી.  છએ છ માગણીઓ પૂરેપૂરી સંતોષાય તો આંદોલન તત્કાળ પાછું ખેંચી લેવાની એ લોકોએ તૈયારી દાખવી હતી. 
ખેડૂતોએ રજૂ કરેલી માગણીઓ આ મુજબ છે- 1) ત્રણે ત્રણ કાયદા તત્કાળ પાછા ખેંચો, 20 ખેડૂતોને અપાતા ડિઝલના ભાવ પચાસ ટકા ઘટાડો, 3) ટેકાના લઘુતમ ભાવ નક્કી કરવા માટે સ્વામીનાથન પંચના અહેવાલનો અમલ કરો, 4) એનસીઆરમાં પ્રદૂષણ ધારામાં કરાયેલા સુધારા રદ કરો અને 50 ખેડૂતો માટે ટેકાના લઘુતમ ભાવને કાયદેસર બનાવો.
આ છમાં એક માગણી કેન્દ્ર કે દિલ્હી સરકાર કોઇ રીતે સ્વીકારી શકે એવી લાગતી નથી. એ છે પ્રદૂષણ ધારાની માગણી. દર વરસે હરિયાણા,પંજાબ અને ચંડીગઢમાં પરાળ બાળવાથી વહેતા પવન દ્વારા એ ધૂમાડો દિલ્હીમાં આવે છે અને ભયંકર પ્રદૂષણ સર્જે છે. દિલ્હીમાં એર ઇન્ડેક્સ ક્વોલિટી 300ની ઉપર ચાલી જાય છે. એ અટકાવવા દિલ્હી સરકારે પ્રદૂષણ ધારામાં ફેરફાર કર્યો હતો. એ ફેરફાર રદ કરવાની માગણી આંદોલન કરી રહેલા ખેડૂતો કરી રહ્યા હતા.
છેલ્લા એક સપ્તાહથી હજારો ખેડૂતો પોતાના દોઢ બે માસના રેશન સાથે દિલ્હીમાં ધામો નાખીને પડ્યા હતા. સરકાર સતત તેમને મનાવવાના પ્રયાસો કરી રહી હતી. ખેડૂતોની દાદાગીરી એટલી બધી છે કે પોતાની માગણી સરકારે સ્વીકારી છે એવું સરકારે લેખિત આપવું એવી જિદ ખેડૂતો પકડીને બેઠાં હતા.