પાકિસ્તાનમાં પોલીસકર્મીએ જ સગીર હિંદુ યુવતી નીનાનું અપહરણ બાદ ધર્મ પરિવર્તન કરાવ્યું

February 17, 2021

આરોપી પોલીસકર્મી ગુલામ મરૂફ કાદરીને આ વિસ્તારનાં લઘુમતી હિંદુઓની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યો હતો


ઇસ્લામાબાદ- પાકિસ્તાનનાં લઘુમતી હિંદુઓ કેવી દયનિય સ્થિતીમાં જીવી રહ્યા છે તે અજાણ્યું નથી, દેશમાં હિંદુ યુવતીઓનું બળજબરીપુર્વક અપહરણ અને બાદમાં તેની મરજી વિરૂધ્ધ લગ્ન કરાવવા અને તેનું ધર્મપરિવર્તન હવે રોજિદી ઘટના બની ગઇ છે, અને  પાકિસ્તાનનો સિંધ પ્રાંત તેમાં મોખરે છે.


તાજેતરમાં સિંધનાં નૌશહરો જિલ્લામાં રહેતી નીનાનું અપહરણ બાદ ધર્મપરિવર્તનની ઘટના બહાર આવી છે, અને તેની સાથે લગ્ન કરનાર યુવાન એક પોલીસકર્મી છે, નીનાનું ગુલામ મરૂફ કાદરી નામનાં એક પોલીસવાળાએ અપહરણ કર્યું, આશ્ચર્યની બાબતતો એ છે કે આરોપી પોલીસકર્મીને આ વિસ્તારનાં લઘુમતી હિંદુઓની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યો હતો.નીના ઘણા દિવસોથી ગુમ થઇ હતી, તે શાળામાંથી પાછી ન ફરતા તેના પરિવારજનોએ તેને શોધવાના પ્રયાસો કર્યા, બાદમાં નીનાનું અપહરણ થયું હોવાનું જાણવા મળ્યું. ઓલ પાકિસ્તાન હિંદુ પંચાયતનાં જણાવ્યા પ્રમાણે કાદરીએ 11 ફેબ્રુઆરીનાં દિવસે એક દરગાહમાં નીનાનું બળજબરીપુર્વક ધર્મ પરિવર્તન કરાવ્યું અને નિકાહ પહેલા તેનું નામ બદલીને મારિયા કરી દેવામાં આવ્યું, ત્યાર બાદ કરાચીમાં તેની સાથે લગ્ન કરી દેવામાં આવ્યા.

 
સિંધનાં એક હિંદુ નેતાએ કહ્યુંએ કહ્યું આ ઘટના બાદ અમે તે પોલીસકર્મીઓ પર ભરોસો ન કરી શકીએ, જેને અમારી સુરક્ષા માટે છે, ન તો સરકાર પાસે અમારા મંદિરોની નજીક તૈનાતી વધારવાનું કહી શકીએ છિએ.