તામિલનાડુમાં ભાજપ-AIADMK સાથે મળીને ચૂંટણી લડશે

November 21, 2020

 
 

પલાનીસ્વામીએ કહ્યુંતામિલનાડુ હંમેશા મોદીનું સમર્થન કરશે

આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે BJP અને શાસક AIADMK તૈયારી કરી રહ્યા છેશનિવારે તામિલનાડુની મુલાકાતે આવેલા અમિત શાહ (Amit Shah) સાથે મુખ્યમંત્રી પલાનીસ્વામીની બેઠક બાદ બંને પક્ષોએ આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી (Tamilnadu Assembly elections) લડવાની જાહેરાત કરી છેકેન્દ્રીય ગૃહમંત્રી અમિતે શાહ મુખ્ય પ્રધાન પલાનીસ્વામી અને નાયબ મુખ્ય પ્રધાન પન્નીરસેલ્વમ સાથે મુલાકાત પણ કરી છે.

બીજી તરફ પલાનીસ્વામીએ એલાન પણ કર્યું છે કે એઆઈએડીએમકે ભાજપને ટેકો આપવાનું ચાલુ રાખશેતેમણે કહ્યું કે અમારી પાર્ટી ભાજપ સાથે મળીને 2021ની ચૂંટણી લડશે અને જીતશેતામિલનાડુ હંમેશાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કરશે.

અમિત શાહે 67 હજાર કરોડની યોજનાઓનું શિલાન્યાસ કર્યું

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બે દિવસની મુલાકાતે તામિલનાડુ પહોંચ્યા છેશનિવારે તેમણે ચેન્નાઇમાં 67 હજાર કરોડના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યોકાર્યક્રમને સંબોધન કરતાં તેમણે કોંગ્રેસ-ડીએમકે ગઠબંધનની અગાઉની યુપીએ સરકાર પર તામિલનાડુની અવગણના કરવાનો આરોપ લગાવ્યો હતોઅમિત શાહે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર તામિલનાડુને જે કંઇ આપી રહી છેતે  રાજ્યનો અધિકાર છે.

અમિત શાહે કહ્યું, ‘હું તામિલનાડુના લોકોને કહેવા માંગુ છું કે નરેન્દ્ર મોદી સરકાર તામિલનાડુની સાથે ખડકની જેમ ઉભી છે અને તમિલનાડુના વિકાસ માટે કામ કરી રહી છેતેમણે કહ્યું કે 4,400 કરોડ રૂપિયા સીધા તમિલનાડુના 45 લાખ ખેડૂતોને તેમના બેંક ખાતામાં મોકલવામાં આવ્યા છેરૂરલ કો ઓપરેટિવ બેંક અને આરઆરબી દ્વારા ખેડુતોને 3,૦૦૦ કરોડ અલગથી આપવામાં આવ્યા છે.