નવસારી મ્છઁજીમાં મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ

January 29, 2020

નવસારી- નવસારીમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણના નૂતન મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ, શ્રાી નીલકંઠ વરણી, શ્રાી હરિકૃષ્ણ મહારાજ તથા શ્રાી રાધાકૃષ્ણ દેવ, શ્રાી ઘનશ્યામ મહારાજ, શ્રાી સીતા-રામ-હનુમાનજી, શિવ-પાર્વતી-ગણેશજી તથા ગુણાતીત ગુરુવર્યોની સ્થાપિત થનાર મૂર્તિઓને શણગારાયેલા રથોમાં મુકી આજે યાત્રાનુ આયોજન થયું હતુ. આ નગરયાત્રાને સદ્ગુરુ સંતો, નવસારી મંદિરના મહંત, આચાર્ય સ્વામી તથા ધારાસભ્ય પીયૂષભાઇ દેસાઇ વગેરેએ પૂજન-આરતી કરી પ્રસ્થાન કરાવ્યું હતું.

યાત્રામાં સ્પોટ્ર્સ જીપ, મોટી ધજાઓ, ડંકા નિશાન, બેન્ડ, હર્મડેવિડસન, ૪ બુલેટ અને ૫૦ બાઇકસવાર સુંદર પોષાક, સાફા ધારેલ યુવકો, બે ઘોડેસવારો, નીલકંઠવરણી રથ, ૪ ડીજેના વાહનો, રાસ કરતા નવસારીના યુવકો, બાપ્સની ૨૫ ધજાવાળા યુવાનો, વડીલ સંતોની બગી, ચિચલી પાવરી નૃત્ય કરતા ૨૫ યુવાનો જોડાયા હતા. આ ઉપરાંત રંભાસ આશ્રામશાળાનું ડાંગીનૃત્ય, સંઘની ઊંટ, ઘેરૈયા ટુકડી (૨૦), બેડા બાઇક, ટીમલી નૃત્ય, રાસ કરતા નવસારીના યુવકોની બીજી ટુકડીએ આકર્ષણ જમાવ્યું હતુ. સ્વામિનારાયણ ધૂન અને કીર્તનોની રમઝટ, રાસ-નૃત્યોની રમઝટ, ડીજેના તાલથી નગરનું વાતાવરણ ગૂંજી ઉઠયા હતા.

મંદિર પરિસરમાં ગુરુહરિ મહંત સ્વામી મહારાજ દર્શન આપવા ઉપસ્થિત રહ્યા હતા. એક જ રંગની કોટી પહેરેલા હરિભક્તો અને એક જ રંગની સાડી પરિધાન કેરલ બાઇ હરિભક્તો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.