દુનિયાની ટોચની બિઝનેસ સ્કૂલમાં સ્કોલરશિપ મેળવનાર ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો

March 01, 2021

હવે વધુ ભારતીયો વિશ્વની ટોચની બિઝનેસ સ્કૂલ્સમાં સ્કોલરશિપ મેળવી રહ્યા છે. અગ્રણી ઈન્ટરનેશનલ MBA એડમિશન કન્સલ્ટિંગ કંપની એડમિશન ગેટવે પાસેથી મેલવાયેલી આંકડાકીય વિગતો અને ડેટામાં આ બાબત જોવા મળી છે. Admission Gatewayના વિદ્યાર્થીઓને છેલ્લાં બે વર્ષમાં મળેલી સ્કોલરશિપની રકમમાં લગભગ ૪૦ ટકા વધારો નોંધાયો છે. ભારતીય વિદ્યાર્થીઓએ ૨૦૧૭-૧૮માં ૬ મિલિયન ડોલર સ્કોલરશિપ મેળવી હતી જે વધીને ૨૦૧૯-૨૦માં ૮.૫ મિલિયન ડોલર થઈ છે. આ સમયગાળામાં કંપનીની સેવાઓ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે. આ બાબત ગ્રાન્ટ મેળવનાર વિદ્યાર્થીઓનો હિસ્સો વધવાનો અને સ્કોલરશિપની સરેરાશ રકમમાં પણ વધારો થયો હોવાનો નિર્દેશ કરે છે.

એડમિશન ગેટવેના ચીફ એક્ઝિક્યુટિવના જણાવ્યાનુસાર, ૨૦૧૮-૧૯માં બિઝનેસ સ્કૂલમાં પ્રવેશ માટેની અરજીઓમાં ઘટાડો થવાને પગલે બિઝનેસ સ્કુલ્સ દ્વારા વધુ સ્કોલરશિપ આપવાનું શરૂ કરવાને કારણે ટોચની બિઝનેસ સ્કૂલમાં વિદ્યાર્થીઓનો ધસારો નોંધાયો છે. અગ્રણી આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્કૂલ Harvard, Stanford, Wharton, Kellogg, Booth, MIchigan Ross, Duke University’s Fuqa School of Business અને NYU Stern નો સમાવેશ થાય છે. મોટાભાગની બિઝનેસ સ્કૂલ દ્વારા એ વાતને સમર્થન અપાયું છે કે, તાજેતરના વર્ષોમાં મેરિટ આધારિત સ્કોલરશિપ મેળવનારની સંખ્યા અને રકમમાં વધારો થયો છે.