લોન બાઉલ્સમાં ભારતે ઈતિહાસ સર્જયો, CWG 2022માં દેશના નામે ચોથો ગોલ્ડ મેડલ

August 02, 2022

કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માત્ર હોકી અને વેઈટ લિફ્ટિંગમાં જ નહિ અનેક મોરચે હવે સારૂં પ્રદર્શન કરી રહ્યું છે. અંગ્રેજોની રમત ગણાતી લોન બાઉલ્સમાં ભારતે આજે ઈતિહાસ લખ્યો છે. ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલ CWG 2022માં આજે ભારતની લોન બાઉલ્સ ટીમે ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. આજે રમાયેલ લોન બાઉલ્સ CWG 2022ની ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને  આ ટૂર્નામેન્ટમાં ચોથો ગોલ્ડ જીત્યો છે.
વુમેન્સ ફોરની સેમિફાઈનલમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને ન્યૂઝિલેન્ડને 16-13થી હરાવ્યું છે. ભારત માટે લવલી ચોબે, પિન્કી, નયનમોની અને રુપા રાનીએ આ મુકાબલામાં રમી રહી હતી. આ ટીમે શાનદાર પ્રદર્શન કરતાં ભારતને જીત અપાવી હતી. આજે 2જી ઓગષ્ટે ભારતની ટીમ ફાઈનલ મેચ દક્ષિણ આફ્રિકા સામે રમી હતી.


ફાઇનલમાં મહિલા ફોર્સની ટીમ જેમાં લવલી ચૌબે (મુખ્ય), પિંકી (દ્વિતીય), નયનમોની સૈકિયા (ત્રીજા) અને રૂપા રાની તિર્કી (સ્કિપ)નો સમાવેશ થાય છે તેમણે આફ્રિકાને 17-10થી હરાવીને ચોથો ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.  આ ગોલ્ડ એટલા માટે મહત્વનો છે, કારણકે આ ગેમમાં ભારતનો આ પ્રથમ મેડલ છે.