India Vs West Indies: વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે BCCI દ્વારા ટીમ ઈન્ડિયાનુ એલાન
July 06, 2022

નવી દિલ્હી : વેસ્ટઈન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાનુ એલાન કરી દેવાયુ છે. શિખર ધવનને આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના કેપ્ટન બનાવાયા છે જ્યારે રવિન્દ્ર જાડેજા વાઈસ કેપ્ટન રહેશે. ઈંગ્લેન્ડમાં થનારી ટી-20 અને વન ડે સિરીઝ બાદ ભારતે વેસ્ટઈન્ડિઝનો પ્રવાસ કરવાનો છે, જ્યાં ત્રણ વન ડે મેચ રમાશે.
BCCI દ્વારા બુધવારે ટીમ ઈન્ડિયાનુ એલાન કરાયુ. જેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત, જસપ્રીત બુમરાહ જેવા સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.
વેસ્ટઈન્ડિઝ સામે વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયા
શિખર ધવન (કેપ્ટન)
રવિન્દ્ર જાડેજા (વાઈસ કેપ્ટન)
ઋતુરાજ ગાયકવાડ
શુભમન ગિલ
દીપક હુડ્ડા
સૂર્યકુમાર યાદવ
શ્રેયસ અય્યર
ઈશાન કિશન (વિકેટ કીપર)
સંજૂ સેમસન (વિકેટ કીપર)
શાર્દુલ ઠાકુર
યુઝવેન્દ્ર ચહલ
અક્ષર પટેલ
આવેશ ખાન
પ્રસિદ્ધ કૃષ્ણા
મોહમ્મદ સિરાજ
અર્શદીપ સિંહ
વન ડે ટીમમાં અમુક નામોની વાપસી છે. જેમાં સંજૂ સેમસન, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ જેવા નામ સામેલ છે જ્યારે ઈશાન કિશન, શુભમન ગિલને પણ આ સિરીઝમાં તક અપાઈ છે.
ભારતનો વેસ્ટઈન્ડિઝ પ્રવાસ
પહેલી વનડે 22 જુલાઈ, 7 વાગે
બીજી વનડે 24 જુલાઈ, 7 વાગે
ત્રીજી વનડે 27 જુલાઈ, 7 વાગે
પહેલી ટી-20-29 જુલાઈ
બીજી ટી-20 - 1 ઓગસ્ટ
ત્રીજી ટી-20 2 ઓગસ્ટ
ચોથી ટી-20 6 ઓગસ્ટ
પાંચમી ટી-20 7 ઓગસ્ટ
અત્યારે માત્ર વન ડે સિરીઝ માટે ટીમનુ એલાન કરાયુ છે જ્યારે ટી20 સિરીઝ માટે એલાન બાદમાં થશે. પાંચ મેચની ટી-20 સિરીઝ માટે સીનિયર ખેલાડીઓની વાપસી થાય તેવી શક્યતા છે કેમ કે આ ટી20 વર્લ્ડકપની તૈયારી માટે ખૂબ મહત્વની સિરીઝ છે.
Related Articles
ઈંગ્લેન્ડમાં પૂજારાએ શાનદાર સદી ફટકારી, એક જ ઓવરમાં 22 રન ફટકાર્યા
ઈંગ્લેન્ડમાં પૂજારાએ શાનદાર સદી ફટકારી,...
Aug 13, 2022
ઈન્સ્ટાગ્રામ પર તિરંગાની ડીપી મુક્યુ, દોઢ વર્ષ બાદ ધોનીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો મેસેજ
ઈન્સ્ટાગ્રામ પર તિરંગાની ડીપી મુક્યુ, દો...
Aug 13, 2022
રોહિત શર્માને નામે સ્થપાયો રેકોર્ડ, MS Dhoni રહી ગયા પાછળ
રોહિત શર્માને નામે સ્થપાયો રેકોર્ડ, MS D...
Aug 13, 2022
સંન્યાસ લેવા મજબૂર થયા હતા ભારતના ક્રિકેટર્સ, કોઈ સન્માન ના મળ્યું
સંન્યાસ લેવા મજબૂર થયા હતા ભારતના ક્રિકે...
Aug 12, 2022
કોમનવેલ્થ ગેમ્સઃ સિલ્વર મેળવનાર ભારતીય મહિલા ટીમ પર ગાંગુલીએ આપેલા નિવેદનથી વિવાદ
કોમનવેલ્થ ગેમ્સઃ સિલ્વર મેળવનાર ભારતીય મ...
Aug 10, 2022
Trending NEWS

13 August, 2022

13 August, 2022

13 August, 2022

13 August, 2022

13 August, 2022
.jpeg)
13 August, 2022

13 August, 2022

13 August, 2022

13 August, 2022

13 August, 2022