ઈટાલીમાં એરપોર્ટ પર અટવાયા ભારતીય વિદ્યાર્થીઓ

March 18, 2020

બેંગલુરૂ : દુનિયાભરમાં કોરોનાના કહેર વચ્ચે હજી પણ ભારતથી વિદેશોમાં ભણવા ગયેલા વિદ્યાર્થીઓ ફસાયેલા છે. ભારતના 60 જેટલા વિદ્યાર્થીઓનુ એક ગ્રૂપ ઈટાલીના એરપોર્ટથી ભારત પાછા ફરતી વખતે એરપોર્ટ પર જ અટવાઈ ગયુ હતુ. હાલમાં હજી પણ તેઓ એરપોર્ટ પર અટવાયેલા છે. જેમાં કર્ણાટકની સરકારના મંત્રી આનંદ સિંહની પુત્રીનો પણ સમાવેશ થાય છે.

તેમની પુત્રી ઈટાલીમાં ઈન્ટિરિયર ડિઝાઈનિંગનો અભ્યાસ કરી રહી છે. આનંદ સિંહે વિધાનસભામાં આ માટેની માહિતી આપતા કહ્યુ હતુ કે, મારી પુત્રી 11 માર્ચે રોમ પહોંચી હતી. જ્યાંથી તેને બેંગ્લોરની ફ્લાઈટ લેવાની હતી. જોકે હવે તેમને કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે રોકી દેવાયા છે.

તેઓ એરપોર્ટ પર અટવાઈ ગયા છે. તેમને એમ્બેસી દ્વારા ભોજનની સુવિધા પણ અપાઈ રહી નથી. મારી પુત્રીની સાથેના મોટા ભાગના વિદ્યાર્થીઓ પરેશાન છે.