ઈન્ટરનેશનલ એકસપીરીયન્સ વિઝા ધારકો હવે કેનેડા આવી શકશે

May 17, 2020

  • પ્રવેશ ઈચ્છુકોને વેબસાઈટ ઉપર સતત અપડેટસ જોતા રહેવા આઈઆરસીસીની તાકીદ
  • કેનેડામાં પ્રવેશબાદ ૧૪ દિવસ ક્વોરોન્ટાઈન રહેવા ખાતરી આપવી પડશે

ટોરન્ટો : આઠમી મેથી અમલમાં આવે રીતે હવે કેટલાક ઈન્ટરનેશનલ એકસપીરીયન્સ કેનેડા (આઈઈસી ) વિઝા ધારકોને કેનેડામાં કોરોનાને કારણે કેનેડામાં પ્રવેશ ઉપર લદાયેલા પ્રતિબંધો છતાં કેનેડામાં પ્રવેશ મળી શકશે. જેમની પાસે માન્ય જોબ ઓફર લેટર અને પોર્ટ ઓફ એન્ટ્રી લેટર ઓફ ઈન્ટ્રોડશકન હોય, તેમને કેનેડામાં હવે પ્રવેશ મળી શકશે.

તેમને ઈમિગ્રેશન રેફયુજીસ એન્ડ સીટીઝનશીપ કેનેડા (આઈઆરસીસી) અંતર્ગત પ્રવેશ મળી શકશે. જો કે, એમને વેબસાઈટ ઉપર સતત અપડેટસ જોતા રહેવાની સલાહ પણ આઈઆરસીસી આપતી રહે છે. કેનેડાએ કોરોના વાઈરસના સમયગાળામાં દેશમાં આવનારાઓને આવશ્યક મુસાફર માન્યા છે. જેમની પાસે આઈઈસી વિઝા હોય અને જોબ ઓફર હોય, તેમણે કેનેડા આવ્યા પછી ૧૪ દિવસના સેલ્ફ કવોરન્ટાઈનની ખાત્રી આપવી કાનૂની જરૂરીયાત પુરી કરવી પડશેહાલમાં કેનેડામાં માત્ર ચાર એરપોર્ટ આંતરરાષ્ટ્રીય ફલાઈટસનું સંચાલન કરી રહ્યા છે. જેમાં વાનકુંવર, કેલગેરી, મોન્ટ્રીયલ અને ટોરન્ટોના એરપોર્ટનો સમાવેશ થાય છેઆઈઈસીથી ૧૮થી ૩પ વર્ષના વયજૂથના યુવાનોને કેનેડામાં એકથી બે વર્ષ માટેની ઓપન વર્ક પરમીટ મેળવવામાં મદદ મળી શકે છે. યુવાનો કેનેડાના નજીકના ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ચીલી, કોસ્ટારીકા તથા મોટાભાગના યુરોપિયન રાષ્ટ્રો, સ્વીત્ઝર્લેન્ડ, હોંગકોંગ, તાઈવાન, જાપાન, યુકે અને સાઉથકોરિયા જેવા દેશોના હશે.