અલ્બર્ટામાં બાળકોનાં અસ્થિ મળતાં તપાસ શરૂ

May 21, 2022

  • લાર્જે નિવાસી શાળા પરિસરની મુલાકાત લીધા બાદ સભ્યોના નિવેદન નોંધ્યા
ટોરોન્ટો : સેડલ લેક ક્રી નેશન કે જે પૂર્વ અલ્બર્ટામાં આવેલું છે, ત્યાં આશરે 200 બાળકોનાં મોત થયાં હોવાના પુરાવા મળ્યા છે. આ બાળકો નિવાસી શાળામાં અભ્યાસ કરતાં હતાં. નિવાસી શાળાઓમાં બનેલા આ બનાવમાં આ સૌથી ખોફનાક અને કંપાવી દેનારો બનાવ છે, આમ એસિમોવિન ઓપેસ્પિવ સોસાયટીના એરિક લાર્જે એડમન્ટન ખાતે મંગળવારે પત્રકારોને જણાવ્યું હતું.  તેઓ લાર્જ દફનાવી દેવામાં આવેલાં બાળકોનાં અસ્થિનાં અવશેષોની તપાસ કરી રહ્યા હતા. 
આ બનાવ આલ્ટાનાં સેન્ટ પોલ ખાતે આવેલી બ્લુ ક્વિલ્સ ઈન્ડિયન નિવાસી શાળામાં બન્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, 215 વિદ્યાર્થીઓનાં મોત થયાં હતાં. આ બાળકોની ઉંમર 6થી 11 વર્ષની હતી. પરંતુ હજુ પણ તેનો ચોક્કસ આંકડો મળતો નથી. ગુમ થયેલાં બાળકોની સંખ્યા વધારે હોવાનું જણાય છે. જે જગ્યાએ આ બનાવ બન્યો હતો, તે અત્યંત સખત હતી અને માંદગી, ભૂખમરો તથા બેકારીને કારણે હિંસા પણ ફાટી નીકળી હતી. ઘણીવાર લાર્જે પોતે પણ આ નિવાસી શાળાનાં બનાવનાં સ્થળની મુલાકાત લીધી હતી. લાર્જે કેથોલિક ચર્ચ પાસેથી મોટા પ્રમાણમાં અસ્થિ મેળવ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, 12000 પરિવારનાં 5 સભ્યો અને જે બીજાં બાળકો ગુમ થયાં છે, એ બાબતે કોઈ માહિતી મેળવી શકાઈ નથી. અમે તપાસ માટે સભ્યનાં નિવેદનો નોંધી રહ્યા છીએ અને દેશ તથા દેશની બહારનાં લોકોનો સતત સંપર્ક સાધી અપરાધી સુધી પહોંચવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. સેડલ લેક ખાતેનાં એક કાઉન્સિલરને એકાએક જ થોડાં અસ્થિ મળી આવ્યાં હતાં, જે આ કરુણાંતિકાનો ભોગ બનેલાં બાળકોનાં હતાં અને હજુ વધુ કબરો ખોદવા માટે સેકર્ડ હાર્ટ સિમેટ્રીના સભ્યોની મદદ લેવાઈ રહી છે.