વેક્સિનેશન બાદ વૃદ્ધના શરીર સાથે લોખંડ-સ્ટીલનો સામાન ચોટવા લાગ્યો

June 11, 2021

નાસિક : મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી એક ખૂબ જ આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. એક પરિવારે દાવો કર્યો છે કે કોરોના વેક્સિનની બીજો ડોઝ લીધા બાદ તેના પરિવારના એક વૃદ્ધ સભ્યને શરીરમાં ચુંબકીય શક્તિનું સર્જન થઈ ગયું છે. હવે તેમના શરીર પર ચમચી, સ્ટીલ તથા લોખંડના વાસણ તથા સિક્કા સરળતાથી ચોટી રહ્યા છે.

આ તમામ સામગ્રી એવી રીતે ચોટી રહે છે કે જાણે લોચુંબક લોખંડ સાથે ચિપકી રહી હતી. આ ઘટનાની માહિતી મળ્યા બાદ સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ ઘટનાની તપાસ માટે આદેશ આપ્યો છે. ગુરુવારે તેમણે કહ્યું કે આ કેસમાં શું હકીકત છે તે અંગેની માહિતી સામે આવવી જોઈએ. શું તેની પાછળ કોઈ તબીબી કારણ જવાબદાર છે કે પછી અન્ય કોઈ કારણ તે તપાસ કરવામાં આવી રહી છે. જોકે, પરિવારે આ ઘટનાને પ્રમાણિત કરવા માટે એક વીડિયો પણ તૈયાર કર્યો છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે તેમના શરીર સાથે ચમચી, નાની પ્લેટ અને ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતા નાના વાસણો ચિપકી રહ્યા છે.

પરિવારે આ ઘટનાનો વીડિયો તૈયાર કર્યો છે અને જિલ્લા વહિવટીતંત્રને આ અંગે માહિતી આપી છે. સ્થાનિક વહિવટીતંત્રએ પણ ડોક્ટર્સની એક ટીમ બુધવારે અહીં તપાસ માટે પહોંચી હતી અને તેમને ભારે આશ્ચર્ય થયું હતું. અરવિંદ સોનારની તપાસ કરવા માટે પહોંચેલા ડોક્ટર અશોક થોરાટે જણાવ્યું હતું કે આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. આ એક સંશોધનનો વિષય છે અને અત્યાર સુધી કોઈ જ ટિપ્પણી કરવી તે ઘણી ઉતાવળ હશે. અત્યારે અમે આ અંગેનો રિપોર્ટ મહારાષ્ટ્ર સરકારને મોકલશું અને તેમના દિશા-નિર્દેશ પ્રમાણે કામ કરશું.

નાસિકના સિટી હોસ્પિટલના ડો.નવીન બાઝીના મતે આ પ્રથમ એવી ઘટના છે કે જ્યારે વેક્સિનેશન બાદ એક હાથ પર લોખંડ અને સ્ટીલનો સામાન ચિપકી રહ્યો છે. તેમણે એ ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરમાં સલાહ લેવી જોઈએ કે જ્યાં તેમણે વેક્સિન લીધી છે. જોકે, આ અગાઉ આ પ્રકારની ઘટના ક્યારે સામે આવી ન હતી. આ એક સંશોધનનો વિષય છે.