દિલ્હીમાં કારમી હાર, દિલ્લી કોંગ્રેસ અધ્યક્ષ બાદ હવે કોંગ્રેસ પ્રભારીનુ પણ રાજીનામુ

February 12, 2020

નવી દિલ્હી :  દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સતત બીજી વખત શૂન્ય પર સમેટાઈ જનાર કોંગ્રેસ પાર્ટીમાં ભારે ઉથલ પાથલ મચી છે.

કારમી હાર બાદ દિલ્હી કોંગ્રેસ પ્રભારી પદેથી પી. સી. ચાકોએ રાજીનામુ આપી દીધુ છે. આ પહેલા પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ સુભાષ ચોપડા પણ રાજીનામુ આપી ચુક્યા છે. 

જોકે પીસી ચાકોએ આશ્ચર્યજનક નિવેદન આપતા કહ્યુ હતુ કે, 2013માં શિલા દિક્ષિતના સમયથી કોંગ્રેસની દિલ્હીમાં પડતીની શરૂઆત થઈ હતી. એક નવી પાર્ટીએ તેમના સમયમાં કોંગ્રેસની પુરી વોટ બેન્ક છીનવી લીધી હતી. જે હજી અમે પાછી મેળવી શક્યા નથી.

ઉલ્લેખનીય છે કે, 15 વર્ષ દિલ્હીમાં રાજ કરનાર કોંગ્રેસને સમ ખાવા પુરતી એક પણ બેઠક મળી નથી. એટલુ જ નહી 66માંથી 63 કોંગ્રસી ઉમેદવારો તો આ ચૂંટણીમાં ડિપોઝીટ પણ બચાવી શક્યા નથી.