આ 5 કામથી રહો દૂર, રીલેશનશીપમાં ક્યારેય નહીં થાય ક્લેશ

April 24, 2022

ભાગ્યે જ કોઈ એવું કપલ હોય છે કે જેને ક્યારેય બોલચાલ ન થઈ હોય, ક્યારેક થનારી નાની મોટી બોલચાલ રિલેશનશીપને મજબૂત બનાવે છે. જો વાત લડાઈ કે ઝઘડાની હોય છે તો સંબંધોમાં મુશ્કેલી આવી શકે છે. વિચારોમાં મતભેદ થવો શક્ય છે પણ જો તમે ન ઈચ્છો તો પણ પાર્ટનર સાથે લડાઈ કે ઝઘડા ક્યારેક તમારા માટે અલગ થવાનું કારણ બની જાય છે. જો તમે સંબંધોમાં પ્રેમ રાખવા ઈચ્છો છો તો કેટલીક વાતોથી દૂર રહેવું જરૂરી બને છે. તો જાણો કઈ વાતોને ઈગ્નોર કરશો.

ઘરેલૂ કામને લઈને બોલચાલ
જો તમે મેરિડ છો અને બંને વર્કિંગ છો તો ઘરેલૂ કામકાજને લઈને વિવાદ સામાન્ય છે. એવામાં ઘરમાં આવીને બંને આરામ કરવા ઈચ્છે છે. જો કોઈ એક પર ઘરના કામકાજ પર દબાણ રહે છે તો તે ચિંતા વધારી શકે છે. એવામાં તમે એકમેક સાથે ચર્ચાઓ કરવાના બદલે મળીને કામ પતાવી લો તે જરૂરી છે.

કમ્યુનિકેશન ગેપ
સમયની સાથે સંબંધોમાં ઉચાટ આવી શકે છે અને પાર્ટનરની સાથે સારી રીતે વાત થઈ શકતી નથી. જો તમે પાર્ટનર સાથે વાત કરવાનું ઓછું કરશો તો તેના કારણોને સમજો અને વાત કરવાની કોશિશ કરો. આ રીતે ચર્ચાઓ વધારશો તો તે ઝઘડાનું કારણ બનશે.

ભોજનને લઈને ચિંતા
કપલ્સની વચ્ચે ભોજનની પસંદ અને નાપસંદને લઈને ઝઘડા સામાન્ય છે. અનેક વાર પાર્ટનરના હાથે બનેલી ડિશમાં વાંધા લાવવાથી તણાવ વધી શકે છે. એવામાં વાતને સમજો અને ખાવાનાનું એક મેન્યૂ બનાવીને બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર તૈયાર કરી લો. આ સાથે કામની પણ વહેંચણી કરી લો.

દોસ્તોને લઈને થઈ શકે છે વિવાદ
અનેક વાર લોકો પોતાના લાઈફ પાર્ટનરના દોસ્તોની બુરાઈ કરતા રહે છે જેના કારણે ચર્ચા લંબાઈ પણ જાય છે. જો તમે તમારા સંબંધોને ક્લિઅર કરી લેશો તો તમારો ઝઘડો મજાકમાં ફેરવાઈ જશે. દોસ્તોને પણ એકમેક સાથે મેળવશો તો સંબંધો સ્મૂધ રહેશે.

વ્યસ્તતાને લઈને ફરિયાદ
વ્યસ્ત કપલને માટે એકમેકની સાથે સમય કાઢવાનું મુશ્કેલ રહે છે. અનેકવાર મોબાઈલ કે ઈન્ટરનેટ પર વ્યસ્ત રહેવાના કારણે અને એકમેકની સાથે વાત ન કરી શકવાના કારણે ચર્ચાઓ થતી રહે છે. તેનું સોલ્યુશન લાવો અને એકમેકને સમય આપો તે જરૂરી છે.