પાકિસ્તાનમાં ખૈબર પખ્તુનખ્વાના શાંગલા જિલ્લામાં ભૂસ્ખલન, બે બાળકોના મોત, 9 લોકો દટાયા

January 22, 2022

શુક્રવારે ખૈબર પખ્તુનખ્વાના શાંગલા જિલ્લામાં ભૂસ્ખલન થયું, જેમાં એક ઘર ધસી પડ્યું હતું. આ ઘટનામાં એક જ પરિવારના નવ સભ્યો કાટમાળમાં દટાયા, જેમાંથી ત્રણ વર્ષ અને બે મહિનાના બે બાળક મૃત્યુ પામ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે કાટમાળમાંથી બહાર કાઢવામાં આવેલા છ વ્યક્તિઓમાં બે મૃત બાળકોનો સમાવેશ થાય છે, પરિવારના બાકીના ત્રણ સભ્યોને શોધવાના પ્રયાસો ચાલુ છે. 

ભૂસ્ખલનમાં શાંગલાના કુઝ અલપુરી વિસ્તારમાં ખુરશીફ ખાનના ઘરને નુકસાન થયું હતું. શાંગલાના ડેપ્યુટી કમિશનર ઝિયાઉર રહેમાને જણાવ્યું હતું કે, ઘર તૂટી પડ્યું અને નાશ પામ્યું અને તેના કાટમાળમાં આ ઘરના રહેવાસીઓને દટાઈ ગયા હતા.

તદુપરાંત, ભૂસ્ખલનને કારણે મુખ્ય બિશામ-સ્વાટ રોડ બ્લોક થઈ ગયો હતો. બચાવ કામગીરી ચાલી રહી છે અને 1122 બચાવકર્મીઓ કાટમાળ નીચેથી લોકોને શોધવાના પ્રયાસો કરી રહ્યા છે.