કૌંભાડી નિરવ મોદીને જેલમાં જ રહેવું પડશે, લંડન કોર્ટે ફગાવી જામીન અરજી

March 05, 2020

લંડન : લંડન (London)ની એક કોર્ટે નીરવ મોદીની (Nirav Modi) જામીન અરજી ફગાવી દીધી છે. લગભગ દોઢ કલાક ચાલેલી સુનાવણી પછી કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો હતો. આ કારણે નીરવ મોદીને હાલ જેલમાં જ રહેવું પડશે.

નીરવ મોદીએ દાખલ કરેલી અરજીમાં 24 કલાક પોતાના ફેન્સી લંડન ફ્લેટમાં જ નજરબંધ રાખવાની વિનંતી કરી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે તેની એક રુમમાંથી બીજા રુમની ગતિવિધીઓ પર ચોવીસ કલાક નજર રાખી શકાય છે. જોકે કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.

આ પહેલા બોંમ્બે હાઇકોર્ટે આપ્યો હતો ઝટકો

આ પહેલા બોમ્બે હાઇકોર્ટે (Bombay High Court)બુધવારે આર્થિક ભગોડા નીરવ મોદીની દુર્લભ પેઇન્ટિંગની હરાજી પર રોક લગાવવાની મનાઇ કરી દીધી હતી. 5 માર્ચે આ હરાજી ઇડી (ED)ની દેખરેખમાં થવાની છે.

નીરવ મોદીના પુત્ર રોહિને મંગળવારે હાઇકોર્ટમાં ઇડી દ્વારા 15 દુર્લભ પેઇન્ટિંગની હરાજી સામે એક અરજી દાખલ કરી હતી. આ અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે પેઇન્ટિંગ રોહિન ટ્રસ્ટ સાથે જોડાયેલી છે. જેના લાભાર્થી નીરવ મોદી નહીં પણ રોહિન છે.

કૌભાંડના કેસમાં સહ આરોપી મોદીની પત્નીની ટ્રસ્ટમાં છે 90 ટકા ભાગીદારી 

જસ્ટિસ બીપી ધર્માધિકારી અને એનઆર બોરકરની ડિવિઝન બેન્ચે હરાજી પ્રક્રિયા પર સ્ટે લગાવવાની મનાઈ કરી દીધી હતી. જોકે તપાસ એજન્સીને આદેશ આપ્યો છે કે હરાજી પ્રક્રિયાથી પ્રાપ્ત થયેલી આવકને રોહિનની અરજીની સુનાવણી પુરી ન થાય ત્યાં સુધી એક અલગ બેંક અકાઉન્ટમાં જમા કરે.