મહારાષ્ટ્રમાં કોરોનાથી વધુ એક મોત, દેશમાં 334 કેસ પોઝિટીવ

March 22, 2020

નવી દિલ્હી: કોરોના વાયરસના વધતા પ્રભાવને રોકવા માટે PM મોદીએ આજે સવારે સાત વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી જનતા કર્ફ્યુનુ એલાન કર્યુ છે. પીએમ મોદીએ સાંજે પાંચ વાગે તમામ લોકોને પોતાની બાલકનીમાં ઉભા રહીને તાળી અને થાળી વગાડવાની અપીલ કરી છે. 

સમગ્ર દેશમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ગત 24 કલાકમાં કોરોનાના લગભગ 80 જેટલા નવા પોઝીટિવ કેસ સામે આવ્યા છે. રવિવારે સવાર સુધી સમગ્ર દેશમાં COVID-19 પોઝીટિવ દર્દીઓની સંખ્યા 334 થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધી 5 લોકોના મોત નીપજ્યા છે. સૌથી ખરાબ હાલત મહારાષ્ટ્રની છે જ્યાં અત્યાર સુધી 63 કેસ સામે આવ્યા છે. કોરોનાથી દેશના 22 રાજ્ય પ્રભાવિત છે.

જોધપુરમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો, સમગ્ર પરિવારને આઈસોલેશનમાં મોકલવામાં આવ્યો.

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. દર્દીઓની સંખ્યા 74 થઈ ગઈ છે. એચએન રિલાયન્સ હોસ્પિટલમાં 56 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યુ છે. આ શખ્સને 21 માર્ચે દાખલ કરાયા હતા.