કોરોના વાઇરસના પીડિત અનેક કેનેડિયનો હવે માનસિક સારવાર હેઠળ : એક અભ્યાસ

June 28, 2020

૧૮૦૦ નાગરિકોને ૧૫ મુખ્ય પ્રશ્નો પુછી અભિપ્રાયો મેળવાયા, નોકરી કરનારાઓને આવકની ચિંતા વધી

ઓન્ટેરિયો : કોન્ફરન્સ બોર્ડ ઓફ કેનેડા એન્ડ મેન્ટલ હેલ્થ કમિશન ઓફ કેનેડા (એમ એચ સી સી) તરફથી મંગળવારના રોજ એક નવો અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, કોવિડ ૧૯ હજુ પણ નોકરી કરનારાઓ માટે એક ચિંતાનો વિષય બની રહ્યો છે. કારણ કે, અનેક લોકોની આવકને અસર થઇ હોવાને કારણે માનસિક ચિંતા સતાવી રહી છે. એપ્રિલ ૨૭ થી મે ૧૫ની વચ્ચે અભ્યાસ હાથ ધરાવામાં આવ્યો હતો. દરમિયાન ૧૫ મુખ્ય પ્રશ્નો ,૮૦૦ લોકોને પૂછવામાં આવ્યા હતા.

જે તેમના માનસિક સ્વાસ્થ્ય સબંધી પ્રશ્નો હતા. લગભગ ૮૪ ટકા લોકોએ જણાવ્યું હતું કે, કોરોના વાઇરસની મહામારીને કારણે તેમનું માનસિક આરોગ્ય કથળ્યું છે. તેમાંથી મોટાભાગના લોકોએ તેમના, પરિવારના કલ્યાણ તથા એમના ભવિષ્ય માટે ચિંતા વ્યક્ત કરી હતી અને ઐસોલેશાંમાં.......... તથા એકાંતમાં રહેવાને કારણે સતત ડરની લાગણીનો અનુભવ કરી રહ્યા હતા. એમએચસીસીના પ્રેસિડેન્ટ અને સી લૂઈઝ બ્રેડલીએ જણાવ્યું હતું કે, અમે કોવિડ ૧૯ને કારણે માનસિક આરોગ્ય પર થયેલી અસરનો ઉકેલ શોધી શકયા નથી અને તેનું કારણ શું છે તે કહી શકતા નથી. એમ કહેવું યોગ્ય નથી કે, રોગચાળાને કારણે તેમનું માનસિક આરોગ્ય બગડ્યું છે. અમારે આનું ચોક્કસ કારણ શોધી કાઢવું પડશે. સર્વે જણાવે છે કે, મોટાભાગના લોકોની માનસિક સ્થિતિ ચિંતાજનક જણાઈ હતી. આના ઉકેલ તરીકે એવું સૂચન પણ કરવામાં આવ્યું હતું કે, આવા લોકોએ કેટલીક માનસિક કસરત તથા પરિવાર અને મિત્રો સાથે વધુ સમય વિતાવવો જોઈએ.

લોકો મદદ માટે મનોવૈજ્ઞાનિકો સાથે ટેલી મેડીસીનની ચર્ચા કરતા જોવા મળ્યા હતા. અભ્યાસ એમ પણ જણાવે છે કે માલિકો મુદ્દે કેનેડાના કામદારોને વધુ પ્રોત્સાહન આપે તે જરૂરી છે.